મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની કાલે વવાણિયા ગામે કાર્યકર્તા શિબિર યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર ના લાલપર ગામ પાસે ઇકો ગાડી પલટી મરી જતા પિતા પુત્રને ઇજા: વાહન ચાલક ફરાર


SHARE





વાંકાનેર ના લાલપર ગામ પાસે ઇકો ગાડી પલટી મરી જતા પિતા પુત્રને ઇજા: વાહન ચાલક ફરાર

મોરબી શહેરના રણછોડનગર વિસ્તાર પાસે શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતો યુવાન તેના દીકરા સાથે ઇકો ગાડીમાં બેસીને વાંકાનેરના લાલપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇકો ગાડીને ચાલકે પોતાનુ વાહન બેફિકરેથી ચલાવ્યું હતું જેથી કરીને ગાડી પલટી મારી જતા ગાડીમાં બેઠેલ યુવાન તથા તેના દીકરાને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં લાવ્યા હતા અને વાહન ચાલક અકસ્માત સર્જીને પોતાનું વાહન છોડીને નાસી ગયો હોય હાલમાં ઇજા પામેલ યુવાન દ્વારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગરમાં શાંતિવન સ્કૂલની બાજુમાં રહેતા સિદિકભાઈ સુલતાનભાઈ વઢવાણિયા જાતે ખોજા મુસલમાન (૪૭)એ ઇકો ગાડી નં જીજે ૩૬ એસી ૬૨૭૮ ના ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ અને તેનો દીકરો આરવ (૧૦) સાથે ઇકો  ગાડીમાં બેસીને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા હતા ત્યારે લાલપર ગામ પાસે ગાડીના ચાલકે બેફિકરાયથી પોતાની ગાડી ચલાવતા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ફરિયાદી યુવાનને હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને ટચલી આંગળી કપાઈ ગઈ હતી તેમજ તેના દીકરાને હાથની આંગળીઓમાં હાડકું ભાગી ગયું હતું અને ખભામાં પણ ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ પિતા અને પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News