મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પત્ની રિસામણે બેઠેલ હોય જમાઈએ સસરા ઉપર કર્યો છરી વડે હુમલો


SHARE





માળીયા (મી)માં પત્ની રિસામણે બેઠેલ હોય જમાઈએ સસરા ઉપર કર્યો છરી વડે હુમલો

માળીયા મીયાણામાં વાગડિયા જાપા પાસે આવેલ સર્વિસ સ્ટેશન નજીકથી વૃદ્ધ પસાર થતા હતા ત્યારે તેની દીકરી રિસામણે બેઠેલી હોય તેનો ખાર રાખીને જમાઈએ ઉશ્કેરાઈ જઈને તેની સાથે જપાજપી કરી હતી અને ગાળો આપીને છરી વડે હુમલો કરીને હાથમાં ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ તેના જમાઈ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણામાં આવેલ પીપળીયાવાસ બાપુની ડેલી પાસે રહેતા જુમાભાઇ ભારાભાઈ મોવર જાતે મિયાણા (૬૨) એ તેના જમાઈ યાસીન જુસબભાઈ જામ રહે. માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની દીકરી રિસામણે બેઠેલ છે તે બાબતનું મનદુઃખ રાખીને તેના જમાઈએ વાગડીયા ઝાપા પાસે આવેલ નેકમહમદભાઈના સર્વિસ સ્ટેશન પાસે જાહેરમાં તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને ગાળો આપીને તેની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો અને ડાબા હાથમાં ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી કરી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં તેના જમાઈ સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News