હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પગની ચાર આંગળીમાં ગંભીર ઇજા થતાં યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE













મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પગની ચાર આંગળીમાં ગંભીર ઇજા થતાં યુવાનને સારવારમાં ખસેડાયો

મોરબીના લાલપર ગામ પાસેથી બાઈક લઈને પસાર થઇ રહેલા યુવાનને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને ડાબા પગની ચાર આંગળીઓમાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને પ્રથમ સારવારમાં મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સ્થળે વાહન છોડીને નાસી ગયેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થાનગઢની ખોડીયાર સોસાયટીમાં રહેતા રહેતો કાળુભાઈ ભુપતભાઈ છત્રોટીયા જાતે કોળી (૨૭) નામનો યુવાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં લાલપર નજીક પાસેથી પોતાનું બાઈક નંબર જીજે ૧ જેકયું ૫૯૯૬ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને શિવમ બે બ્રિજ પાસે ટ્રક કન્ટેનર નંબર જીજે ૩ એઝેડ ૧૧૬૪ ના ચાલકે ડિવાઈડર પાસે વણાંક લેતા સમયે હડફેટે લીધું હતું અને ત્યારે અકસ્માતના બનાવમાં કાળુભાઈ છત્રોટીયાના ડાબા પગની ચાર આંગળીઓમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં સારવાર લીધા બાદ કાળુભાઈ છત્રોતિયા દ્વારા ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા અકસ્માત સ્થળે વાહન છોડીને નાસી ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર પાવર હાઉસથી આગળના ભાગમાં જાંબુડિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડ પાસે ટ્રક ટેલરના ચાલકે અચાનક ખાલી સાઈડમાં પોતાનું વાહન અચાનક વાળી લીધું હતું ત્યારે બાજુમાંથી જતાં ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી પ્રવીણભાઈ બીજલભાઇ સુરેલા (૨૬) રહે.સેલ્ફી સિરામિક કારખાનાની મજૂરની ઓરડી નવા જાંબુડીયા વાળો તથા તેની સાથે બાઈકમાં બેઠેલ અન્ય એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ સુરેલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નં જીજે ૩ બીવાય ૨૯૭૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News