મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી નજીક ડેમની સંપાદિત જમીનમાં ખેતી !: વાવણી કરનારા લોકોની આશા-પાક ઉપર નર્મદા અને મચ્છુ-૨ ના પાણી ફરી વળ્યા


SHARE













મોરબી નજીક ડેમની સંપાદિત જમીનમાં ખેતી !: વાવણી કરનારા લોકોની આશા-પાક ઉપર નર્મદા અને મચ્છુ-૨ ના પાણી ફરી વળ્યા

મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમ હાલમાં ૫૦ ટકા ભરેલો છે અને ૫૦ ટકા ખાલી થઈ ગયો છે જેથી કરીને ડેમની પાછળના ભાગે ખુલ્લી થયેલ જમીન ઉપર જે તે ગામના ખેડૂતો દ્વારા પોતાની રીતે ડેમની સંપાદિત જમીન ઉપર ખેતી કરવામાં આવી રહી હતી અને સૌની યોજના મારફતે મોરબીના મચ્છુ-૨ ડેમમાં જે પાણી આવી રહ્યું છે તેના લીધે ડેમની ખુલ્લી પડેલ જમીન સુધી પાણીનો જળ જથ્થો પહોંચી ગયો છે જેથી ડેમની જમીનમાં ખેતી કરનારા લોકોના પાક ઉપર નર્મદા અને મચ્છુના પાણી ફરી વળ્યા છે જોકે તેમાં સિંચાઈ વિભાગ કે નર્મદા નિગમનો કોઈ દોષ નથી તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે કારણકે સૌની યોજનાના મધર ડે મારફતે આગળના ડેમોમાં જળ જથ્થો મોકલવાનો હોય તેમાં હાલમાં નર્મદાનું પાણી ચાલુ છે અને મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામાં આવે ત્યારે મોરબી અને માળીયાના લોકોને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટેની તકેદારી રાખીને હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં કુલ ૩૧૦૪ એમસીએફટી જળ જથ્થાની ક્ષમતા છે જેની સામે હાલમાં ડેડ વોટર સહિત કુલ ૧૫૫૩ એમસીએફટી પાણી ભરેલું છે  એટલે કે મચ્છુ-૨ ડેમ હાલમાં ૫૦ ટકા ભરેલો છે જેથી ડેમના પાછળના ભાગમાં પાણી ઓછું થવાના કારણે ત્યાંની સિંચાઈ વિભાગની સંપાદન કરેલી સંપાદિત જમીન ખુલ્લી થતા ત્યાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર અને કોઈને જાણ કર્યા વગર સ્થાનિક લોકો દ્વારા ડેમની જમીનમાં ખેતી શરૂ કરવામાં આવી છે અને ત્યાં વાવણી કરીને પાક લેવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમ્યાન રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નર્મદાની સૌની યોજના મારફતે ૩૫૦૦ એમસીએફટી પાણી સૌરાષ્ટ્રના જુદા જુદા ડેમમાં પહોંચાડવામાં આવશે તેવી થોડા સમય પહેલા જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે હાલમાં સૌની યોજનાનો મધર ડેમ મોરબીનો મચ્છુ-૨ ડેમ હોવાથી સૌની યોજનાની નર્મદાની કેનાલ મારફતે મોરબીના મચ્છુ-૨ ડેમ સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ત્યાંથી અત્યાર સુધીમાં આગળના ડેમ ભરવા માટે થઈને મોટા પ્રમાણમાં જળ જથ્થો આપવામાં આવ્યો છે તેવી માહિતી મળી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં આવેલા નવાગામ, બંધુનગર, મકનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા સિંચાઈ વિભાગની મચ્છુ-૨ ડેમની ખુલ્લી પડેલ જમીન ઉપર પોતાની રીતે ખેતી કરીને વાવણી કરી દેવામાં આવી હતી અને સામાન્ય રીતે શિયાળામાં ડેમની અંદર જે જમીન પાણીનો જળ જથ્થો ઓછો થવાના કારણે ખુલ્લી થઈ જતી હોય તે આગામી ચોમાસામાં સમય સુધી ખુલ્લી જ રહેતી હોય છે જેથી કરીને સિંચાઈની આ જમીનનો ઘણા લોકો ખેતી માટે ઉપયોગ કરતા હોય છે અને ખેતીનો પાક પણ લેતા હોય છે જોકે સૌની યોજના મારફતે નર્મદાની કેનાલથી મોરબીના મચ્છુ ડે ડેમમાં પાણી આવશે અને ડેમની અંદર જળ જથ્થો વધશે આવી તે લોકોને કલ્પના પણ નથી હોતી દરમિયાન હાલમાં આવી જ રીતે પાણીનો જળ જથ્થો મચ્છુ-૨ ડેમમાં વધી જવાના કારણે સિંચાઈની જમીન ઉપર વાવણી કરનારા લોકોના પાક ઉપર હાલમાં નર્મદા અને મચ્છુનું પાણી ફરી વળ્યું છે જોકે સિંચાઈ વિભાગ અને નર્મદા વિભાગના અધિકારીઓની આમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નથી તેવું સ્થાનિક અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીના મચ્છુ-૨ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર વી.એસ. ભોરણીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નર્મદાની સૌની યોજના કેનાલ મારફતે કુલ મળીને ૩૫૦૦ એમસીએફસી પાણી મોરબીના મચ્છુ-૨ ડેમમાં આવવાનું છે તે પૈકી અત્યાર સુધીમાં ૨૭૫૦ એમસીએફટી કરતા વધુ પાણીનો જળ જથ્થો મોરબીના મચ્છુ-૨ ડેમમાં આવી ગયો છે જોકે હજુ પણ આગામી સમયમાં નર્મદાનો જળ જથ્થો મચ્છુ-૨ ડેમમાં આવશે અને તેમાંથી સૌરાષ્ટ્રના અન્ય ડેમમાં પાણીનો જળ જથ્થો મોકલવા માટેની કામગીરી સૌની યોજના વિભાગ દ્વારા કરવામાં આવશે અને આગામી ૧૪ એપ્રિલથી લઈને ૩૦ એપ્રિલ સુધીના સમયગાળામાં મોરબી મચ્છુ-૨ ડેમના ક્ષતિગ્રસ્ત થયેલા પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી કરવાની છે જોકે તે પાંચ દરવાજા બદલવાની કામગીરી કરવામાં આવશે તો પણ મોરબીનો મચ્છુ-૨ ડેમ ૧૦૦ ટકા ખાલી થવાનો નથી તેમાં એક મહિના સુધી લોકોને પીવાનું પાણી મળે તેટલો જળ જથ્થો રહેશે અને તે ઉપરાંત મોરબીના લોકોને પીવાના પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે નર્મદાની સૌની યોજના મારફતે પાણીનો જળ જથ્થો મોરબીના મચ્છુ-૨ ડેમ માટે ચાલુ જ રાખવામાં આવે તેવી પણ રજૂઆત સરકારમાં કલેક્ટર મારફતે કરવામાં આવેલ છે અને હાલમાં જે ખેડૂતોને નુકસાની થઈ હોવાની વાત કરે છે તે જમીન ખેડૂતો નથી પરંતુ સિંચાઇ વિભાગની જ જમીન છે જેમાં તે લોકોએ પાક લેવા માટે વાવણી કરી હતી






Latest News