મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

લાજ રાખતું મોવડી મંડળ !: મોરબી પાલિકામાં ૪ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર, ૪૫ ડી મુજબ પ્રમુખ કરેલ ખર્ચાનો એજન્ડા પેન્ડિંગ ?


SHARE













લાજ રાખતું મોવડી મંડળ !: મોરબી પાલિકામાં ૪ લાખની પુરાંત વાળું બજેટ મંજૂર, ૪૫ ડી મુજબ પ્રમુખ કરેલ ખર્ચાનો એજન્ડા પેન્ડિંગ ?

મોરબી નગરપાલિકામાં છેલ્લા નવ મહિનાથી રામ ભરોસે જેવો વહીવટ ચાલી રહ્યો છે અને ચેરમેનો કે પાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પાલિકાના પ્રમુખ દ્વારા કલમ ૪૫ ડી મુજબ ધડાધડ ખર્ચાઓ કરવામાં આવે છે અને તેને લઈને સભ્યોમાં અને પાલિકાના ચેરમેનોમાં નારાજગી હતી દરમ્યાન પાલિકામાં બજેટ બોર્ડની બેઠક મળી હતી તેમાં આગામી નાણાકીય વર્ષનું બજેટ સર્વાનુમતે ચાર લાખની પુરાંત વાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જોકે ગત જનરલ બોર્ડના પ્રોસિડિંગને તેમજ ૪૫ ડી મુજબ કરવામાં આવેલા ખર્ચાઓને અને મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટના એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને જેથી ક્યાંકને ક્યાંક આ તમામ બાબતો પાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોય તે વાતના સાંકેતિક પુરાવા સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી નગરપાલિકામાં બાવને બાવન સભ્યો ભાજપના છે તેમ છતાં પણ આંતરિક વિખવાદ અને ખેંચતાણ ઘણા સમયથી ચાલી રહ્યો છે તે જગ જાહેર છે દરમ્યાન મોરબી ગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને પાલિકાના સભાખંડમાં જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે ૧૫૦.૯૩ કરોડનું ચાર લાખની પુરાંત વાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં લાઈટ, પાણી, રોડ રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓને જ લેવામાં આવ્યા હતા તેને ભાજપના મોવડી મંડળ તરફથી આપવામાં આવેલ સૂચનાને ધ્યાનમાં રાખીને પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવેલ છે જોકે વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ જે મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના પ્રોસિડિંગને અત્યાર સુધીમાં બે વખત જનરલ બોર્ડમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ તે પ્રોસિડિંગને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને બજેટ બોર્ડમાં પણ છેલ્લે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તેના પ્રોસિડિંગ સહિતના એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે

મોરબી નગરપાલિકાના પાવડી શાખાના ચેરમેન દેવાભાઈ અવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાલિકાના ચેરમેનો તેમજ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર છેલ્લા નવ મહિનામાં કલમ ૪૫ ડી મુજબ જે ખર્ચાઓ કરવામાં આવ્યા છે તે અંદાજે ૬ કરોડથી વધુની રકમના ખર્ચા છે અને તે એજન્ટાને પેન્ડિંગ રાખવામાં આવેલ છે તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં સાડા ત્રણ કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે જેનું બિલ પણ ચૂકવાઈ ગયું છે ત્યાં સુધી પાલિકાના ચેરમેનો કે સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને નવી લાઈટો કેટલી હતી ?, જૂની લાઈટો નીકળી તેનો ભંગાર ક્યાં છે ? આ સહિતના અનેક મુદ્દાઓ હોવાથી આ બંને એજન્ડાઓને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને હાલમાં બજેટ બોડની અંદર વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે જોકે કલમ ૪૫ ડી મુજબ પ્રમુખે સત્તા વાપરીને જે ખર્ચાઓ કર્યા છે તેને તેમજ સ્ટ્રીટ લાઈટના એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવેલ છે

મોરબી નગરપાલિકાની ગેરેજ કમિટીના ચેરમેન ભાવિકભાઈ જારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાલિકા વિસ્તારમાં આપાતકાલીન સમય એટલે કે કોઈ ઘટના દુર્ઘટના સમયે તાત્કાલિક જો કોઈ ખર્ચ કરવાના થાય તો તેના માટે પાલિકાના પ્રમુખને કલમ ૪૫ ડી મુજબ ખર્ચ કરવા માટેની છૂટ મળતી હોય છે જોકે મોરબી નગરપાલિકાના વર્તમાન પ્રમુખ દ્વારા કલમ ૪૫ ડી નો ઉપયોગ કરીને આપાતકાલીન સમય ન હોવા છતાં પણ ખર્ચાઓ કરવામાં આવ્યા છે અને તે પણ કરોડો રૂપિયાના ખર્ચા થયેલા છે જેથી કરીને સત્તાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તે તમામ ખર્ચના એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને હાલમાં મોવડી મંડળ તરફથી જે સૂચના મળી હતી તે મુજબ ચાલુ નાણાકીય વર્ષનું બજેટ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યું છે પાલિકાના બાવન પૈકીના બેતાળલીસ સભ્યો દ્વારા તેનો વિરોધ લેખિતમાં બજેટ બોર્ડ બેઠકમાં પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આપવામાં આવ્યો હતો

મોરબી નગરપાલિકામાં બાવને બાવન સભ્યો ભાજપના ચૂંટાયેલા છે તેમ છતાં પણ ક્યાંકને ક્યાંક પાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોય તે વાતના સાંકેતિક પુરાવાઓ હાલમાં ચાલતી ખેંચતાણ ઉપરથી જોવા મળી રહ્યા છે પાલિકાના પ્રમુખ દ્વારા કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર જે રીતે ધડા ધડ ખર્ચાઓ કરવામાં આવે છે, બિલની ચુકવણી કરવામાં આવે છે તેની સામે પાલિકાના ચેરમેન અને ચૂંટાયેલા સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં પાલિકાના પ્રમુખ દ્વારા જે વિકાસ કામો ૪૫ ડી ની કલમ મુજબ કરવામાં આવ્યા છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને બોર્ડમાં પાલિકાના વોર્ડ નં-૨ અને ૯ સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર છેલ્લા ૯ મહિનામાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારના કોઈ કામ થયા નથી જેથી પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ પાલિકાના અધિકારી અને પદાધિકારી સમક્ષ રાજીનામાં મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે તેમના વિસ્તારના જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો






Latest News