મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીની સરદાર સોસાયટી-માળિયા (મી)ના કાજરડામાં જુગારની રેડ: ૧૦ જુગારી ૨.૨૮ લાખની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીની સરદાર સોસાયટી-માળિયા (મી)ના કાજરડામાં જુગારની રેડ: ૧૦ જુગારી ૨.૨૮ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સરદાર સોસાયટીમાં તેમજ માળિયા મીયાણા તાલુકાના કાજરડા ગામે જુગારની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ દ્વારા કુલ મળીને દસ જુગારીઓની ૨,૨૮,૨૦૦ ની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેઓની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે સરદાર-૩ સોસાયટીમાં રહેતા અશોકભાઈ પરસોત્તમભાઈ સવેરાના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી અશોકભાઈ પરસોત્તમભાઈ સવેરા (૫૧), રાજભાઈ અશોકભાઈ સવેરા (૨૦), મુકેશભાઈ નાથાભાઈ વેકરીયા (૩૮), સંજયભાઈ બાબુભાઇ દોંગા (૩૮), પીન્ટુભાઇ ધનજીભાઈ રતનપરા (૨૮), આકાશભાઈ રમસુભાઈ ખરાડી (૨૧) અને કલ્પેશભાઈ પ્રવીણભાઈ સાણજા (૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૧,૬૪,૫૦૦ કબજે કર્યા હતા અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમહંમદભાઈ આમદભાઈ મોવરના ખેતર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સલીમભાઈ દાઉદભાઈ મોવર (૩૨), આલમભાઈ મહમ્મદભાઈ મોવર (૪૫) અને કાદરભાઈ હાસમભાઇ સખૈયા (૪૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૬૩,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






Latest News