મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત


SHARE





હળવદના સુરવદર ગામે પાણીનો જર્જરિત ટાંકો તોડીને નવો બનાવા રાજ્યના મંત્રીને રજૂઆત

હળવદના સુરવદર ગામે પાણીનો ટાંકો જર્જરિત છે. અને આ પાણીના ટાંકાને રીપેરીંગ કરવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરી છે તો પણ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ રાજયના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને નવો ટાંકો બનાવવાની માંગ કરેલ છે

હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરાએ મંત્રી કુંવરજી બાવળીયાને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સુરવદર ગામે આવેલ પાણીનો ટાંકો જર્જરીત છે અને તૂટી પડે તેમ છે. જેથી આ ટાંકો પડે અને કોઈ ઘટના બને તે પહેલા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે  અને ભવિષ્યમાં ગામમાં પાણીની અછત સજાર્ય તે પહેલા કામ કરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સુરવદર ગામના સરપંચને સાથે રાખીને તેઓએ પાણીના ટાંકાની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો તાગ મેળવ્યો હતો તેના આધારે હાલમાં તેઓએ રજૂઆત કરેલ છે 




Latest News