મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં થતી કેમિકલ ચોરીના ગુનામાં કારખાનેદારની ધરપકડ


SHARE





મોરબીના કારખાનામાં થતી કેમિકલ ચોરીના ગુનામાં કારખાનેદારની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે પોલીસે રેડ કરીને બે શખ્સની ધરપકડ કરીને પોલીસે કેમિકલ અને ટેન્કર સહિત ૪૧,૭૦,૨૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં પોલીસે હાલમાં કારખાનેદારની ધરપકડ કરેલ છે જો કે, હજુ મુખ્ય સૂત્રધારને પકડવાનો બાકી છે.

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામ પાસે ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઊભું રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે રેડ કરીને પોલીસે કારખાનામાં ટેન્કર નં જીજે ૧૨ બીડબ્લયુ ૭૭૫૧ ઊભું રાખીને તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો હતો ત્યારે કેમિકલ, ટેન્કર, કાર, બે મોબાઈલ ફોન, નળી, બેરલ, ઇલેક્ટ્રીક મોટર વિગેરે મળીને ૪૧,૭૦,૨૨૦ ના મુદ્દામાલ સાથે જે તે સમયે ટેન્કરના ડ્રાઇવર રાજેશભાઈ રામજીભાઈ ડવ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીસિંહ ઝાલાની ધરપકડ કરી હતી જે બંને જમીન મુકત થઈ ગયેલ છે આ ગુનામાં પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરી હતી ત્યારે જૂના નાગડાવાસ ગામે રહેતા લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડના કહેવાથી જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજાના ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કર ઉભું રાખીને તેમાં ભરેલ કેમિકલના જથ્થામાંથી કેમિકલની ચોરી કરતાં હોવાનું સામે આવ્યુ હતું જેથી આ ગુનામાં પોલીસે કારખાનેદાર જયેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા (૩૫) રહે, કાયાજી પ્લોટ શેરી-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે જો કે, મુખ્ય સૂત્રધાર લક્ષ્મણભાઈ નારણભાઈ રાઠોડને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ તજવીજ કરી રહી છે.

એક બોટલ દારૂ
મોરબી લાતી પ્લૉટ શેરી નં. ૩ અને ૪ ની વચ્ચેથી પસાર થતાં એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરીને શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા જાતે મિયાણા (૨૨) રહે. લાતી પ્લૉટ શેરી નં.૩-૪ વાળાની ધરપકડ કરેલ છે.




Latest News