સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન


SHARE





મોરબીના આમરણ ગામે ભાગવત સપ્તાહમાં રાત્રે ભજનને બદલે ખેડુત માર્ગદર્શન સેમીનારનું આયોજન

આમરણ ગામે હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કાસુન્દ્રા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.કોઈપણ સપ્તાહ દરમ્યાન સામાન્ય રીતે રાત્રિના સપ્તાહને અનુરૂપ ભજન કે નાટક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતુ હોય છે.જ્યારે આમરણ ગામે કથાના આયોજકો દ્વારા પર્યાવરણલક્ષી પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે દાજીબાપુ ગામ માથક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના પોતાના જાત અનુભવો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જયારે વી.ડી.બાલા નિવૃત્ત ફોરેસ્ટ અધિકારીએ પર્યાવરણ બચાવો અભિયાન વિષે ખેડૂતોમાં જાગૃતતા કેળવાય અને વૃક્ષો વધુ વાવેતર થાય તે અંગે ચર્ચા કરી હતી.કાલરીયાભાઈએ ખેતીમાં ગાયનું મહત્વ વિશે માહિતી આપી હતી.જ્યારે જીલેશભાઈએ ખેડૂત સંગઠન મજબૂત થાય અને તેના પ્રશ્નોની યોગ્ય રજૂઆત થાય તે અંગે ભારપૂર્વક ખેડૂતોને આગળ આવવા આહ્વાન કર્યું હતુ.ડી.એ.સરડવા (વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) એ ખેતીના પાકોમાં સંકલિત જીવાત નિયંત્રણ અને જમીન પૃથક્કરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં આમરણ ગામના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




Latest News