મોરબીમાં પાલિકાએ કોન્ટ્રાકટરનું એક કરોડનું બિલ લટકાવતા બંધ થયેલા સિટી બસ કાંતિભાઈ અમૃતિયાની દરમ્યાનગીરીથી ફરી દોડતી
SHARE
મોરબીમાં પાલિકાએ કોન્ટ્રાકટરનું એક કરોડનું બિલ લટકાવતા બંધ થયેલા સિટી બસ કાંતિભાઈ અમૃતિયાની દરમ્યાનગીરીથી ફરી દોડતી
મોરબીમાં પાલિકા દ્વારા સિટી બસની સેવા કાર્યરત કરવામાં આવેલ છે જોકે, સીટી બસના કોન્ટ્રાક્ટર છ મહિનાથી પાલિકામાંથી બિલ આપવામાં આવ્યું નથી જેથી કરીને અંદાજે એક કરોડ કરતાં વધુનું બિલ બાકી હોવાથી કોન્ટ્રાકટર દ્વારા હાલમાં સિટી બસની સેવાને બંધ કરી દીધી હતી જો કે, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દદરમ્યાનગીરી કરીને આજથી સિટી બસની સેવાને ચાલુ કરી દેવામાં આવી છે અને કોન્ટ્રાકટરના બિલનું વેરિફિકેશન કરીને વહેલી તકે તેનું બિલ આપવા માટેની કામગીરી હવે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે
મોરબીમાં દરેક વિસ્તારમાં રીક્ષા ચાલકો બેફામ બન્યા હતા અને મુસાફરો પાસેથી ડબલ ભાડા વસૂલ કરતા હતા જેથી કરીને રિક્ષા ચળકોના ત્રાસમાંથી મોરબીના મુસાફરોને મુક્તિ મળે અને તેઓ સલામત રીતે પોતાની મંજીલ સુધી પહોંચી શકે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપીને મોરબી શહેરમાં સીટી બસની સેવા કાર્યરત કરવામાં આવી છે અને ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી દ્વારા હાલમાં મોરબીની અંદર ૧૬ જેટલી સીટી બસો મૂકવામાં આવી છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા છ મહિનાથી તેના જે બિલ પાલિકામાં મુકવામાં આવ્યા છે તે કોન્ટ્રાક્ટરને ચુકવવામાં આવેલ નથી જેથી કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેણે પોતાના બિલ વસૂલ કરવા માટે થઈને હાલમાં સીટી બસની સેવા બંધ કરી દીધી છે તેવું સિટી બસના સંચાલક અજીતસિંહ ડોડીયાએ જણાવ્યુ હતું
મોરબી નગરપાલિકાએ ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને ૩૧.૧૩ રૂપિયાના પ્રતિ કિલોમીટરના ભાવથી સીટી બસ સેવા ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને સીટી બસના સંચાલક દ્વારા જે ૧૬ સિટી બસ મોરબી શહેરના જુદા જુદા રૂટ ઉપર દોડાવવામાં આવી રહી છે તેનું અંદાજે દર મહિને ૧૮ થી ૨૦ લાખ રૂપિયાનું બિલ બનતું હોય છે અને છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને તેનું બિલ ચૂકવવામાં આવ્યું નથી જેથી કરીને લગભગ એક કરોડ કરતાં વધુનું બિલ નગરપાલિકા પાસેથી લેવાનું બાકી હોય કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર અધિકારી અને પદાધિકારીને બિલની રકમ ચૂકવવા માટે થઈને જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ પાલિકા દ્વારા બિલની ચકાસણી ચાલુ છે તેવું કહીને કોન્ટ્રાક્ટરના બિલની રકમ ચૂકવવામાં આવતી નથી ત્યારે પાલિકાના હેડ કલાર્ક કનૈયાલાલ કાલરિયાએ જણાવ્યુ હતું કે, બિલનું વેરિફિકેશન કરીને વહેલી તકે બિલ ચૂકવવામાં આવે તેની કામગીરી કરવામાં આવી રહી છે
અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રીક્ષા ચાલકો દ્વારા મુસાફરો પાસેથી જે ભાડાની રકમ લેવામાં આવે છે તેના કરતાં ૫૦ ટકા જેવા ભાડાથી સીટી બસની સેવા મોરબીમાં નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી જેથી કરીને છેલ્લા ઘણા મહિનાથી લોકો સિટી બસનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અચાનક સીટી બસની સેવા બંધ થવાના કારણે મોરબીમાં ખરીદી કરવા માટે આવતા શ્રમિકો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વધુ ભાડા દેવા છતાં પણ વાહન ન મળે તેવું ઘણી જગ્યાએ બનતું હોય છે આવા સંજોગોમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દરમ્યાનગીરી કરીને સિટી બસના કોન્ટ્રાક્ટરનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેના માટે લાગુ પડતાં અધિકારીને સૂચના આપવામાં આવી છે અને કોન્ટ્રાકટરને બસ સેવા ચાલુ જ રાખવા માટે કહેવામા આવ્યું છે જેથી હાલમાં ફરી પછી સિટી બસની સેવા શરૂ કરવામાં આવી છે