મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલની માલિકી પાલિકાની હોવા છતાં કયારેય રિપેરિંગ કે રિનોવેશન માટે કોમ્યુનિકેશન કર્યું નથી: જયસુખભાઇના વકીલ


SHARE





મોરબીના ઝુલતા પુલની માલિકી પાલિકાની હોવા છતાં કયારેય રિપેરિંગ કે રિનોવેશન માટે કોમ્યુનિકેશન કર્યું નથી: જયસુખભાઇના વકીલ

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખભાઈ પટેલના રેગ્યુલર જામીન માટેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીના વકીલે પાલિકાની મિલકત છે તો પણ પાલિકાએ કયારે પણ જેવા આરોપી મૂકવામાં આવે છે તે બાબતે કોમ્યુનિકેશન કર્યું નથી તેવી દલીલ કરી હતી જો કે, સરકારી વકીલે અગાઉ જે નવ આરોપીની જામીન આરજી મૂકવામાં આવી હતી તેમાં તેઓ જયસુખભાઇ પટેલની સૂચના મુજબ કામ કરતાં હોવાનું કહ્યું હતું જેથી તે મુખ્ય આરોપી હોય તેને જામીન મુક્ત કરી શકાય નહીં તેવી દલીલ કરેલ છે અને આગામી શુક્રવારે આ જામીન અરજીનો ચુકાદો આવશે તેવું સરકારી વકીલે જણાવ્યુ છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના,આ ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ૭.૩૧ કરોડ કોર્ટમાં જમા કરવામાં આવ્યા છે અને આ સપ્તાહના અંત સુધીમાં બાકીના ૭.૩૧ કરોડ રૂપિયા પણ જમા કરવી દેવામાં આવશે તેવું આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જમીન અરજીની સુનાવણીમાં તેના વકીલ ઋતુરાજ નાણાવટી દ્વારા કહેવામા આવ્યું છે

આજે જે દલીલ કરવામાં આવી હતી તેમાં વધુમાં વકીલ ઋતુરાજ નાણાવટીએ જણાવ્યુ હતું કે, ૧૫ વર્ષથી ઝુલતો પુલ ઓરેવા ગ્રૂપ પાસે હતો દરમ્યાન કયારે પણ પાલિકાએ રિનોવેશન માટે કહ્યું નથી, રિપેરિંગ કામ થયું હતુ ત્યારે પાલિકાની મિલકત હોવા છતાં અધિકારી કે પદાધિકારીએ ઇન્સ્પેક્શન કર્યું નથીકોઈ પણ પ્રકારની સૂચના આપેલ નથીચાલુ કરતાં પહેલા સર્ટિફિકેટ લેવાનું તેવું એમઓયુમાં લખવામાં આવ્યું નથી કે સૂચના પણ આપવામાં આવી ન હતી અગાઉ રાજકોટમાં હેરિટેજ બિલ્ડીંગ જામટાવરનું રિનોવેશન જયસુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેથી કરીને જે તે સમયે રાજકોટના કલેકટરે જયસુખભાઇ પટેલને સામેથી મોરબીના હેરિટેજ ઝૂલતા પુલને મેન્ટેનન્સ માટે જવાબદારી સોપવામાં આવી હતી

આટલું જ નહીં આ પુલ ઉપર કેટલા લોકોને આવવા જવા દેવાના છે તેવું કશું જ પાલિકાના રેકર્ડ ઉપર આવેલ નથી તેવી પણ દલીલ કરી હતી જો કેસરકારી વકીલ એસ.કે. વોરાએ કહ્યું હતું કેઆ કેસમાં પકડાયેલા કુલ ૧૦ પૈકીનાં નવ આરોપીઓની અગાઉ જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેઓએ જયસુખભાઇ પટેલની સૂચના મુજબ કામ કર્યું હોવાનું કહ્યું હતું અને તે તમામ આરોપીના જામીનની અરજીને રદ્દ કરવામાં આવેલ છે ત્યારે મુખ્ય આરોપી જયસુખભાઇ પટેલને જામીન આપી શકાઈ નહી જો તેને જામીન આપવામાં આવે તો બાકીના આરોપીને પણ જામીન મળી જશે અને કેસને નુકશાન થાય તેવી શક્યતા છે




Latest News