વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૩૦૦૦ બોટલ દારૂ ભરેલ આઇસર પકડાયું: મુખ્ય સૂત્રધારની શોધખોળ


SHARE











મોરબીના શનાળા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૩૦૦૦ બોટલ દારૂ ભરેલ આઇસર પકડાયું: મુખ્ય સૂત્રધારની શોધખોળ

મોરબીના શનાળા ગામ પાસેથી આઇસર ગાડી જતી હતી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તે ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૨૫૦ પેટી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨,૧૮,૩૬૦ ની કિંમતનો દારૂ તેમજ વાહન સહિતનો મુદામાલ કબજે કરીને એક ડ્રાઇવરની ૧૯,૩૧,૧૯૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો જૂનાગઢનાં કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે હાલમાં પકડાયેલા ડ્રાઈવર સહિત સાત સામે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વિજયભાઇ ગોવિંદભાઇ ધાંધલએ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લંગારીયા જાતે આહીર (૩૫)  ધંધો ડ્રાઇવીંગ રહે. ઉપરકોટગેબનશાપીરની દરગાહ પાસે વર્ધમાન કોમ્પ્લેક્સબ્લોક નંબર કનએ-૩૦૨ જૂનાગઢ તેમજ અન્ય સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શનાળા ગામ પાસેથી આઇસર ગાડી જતી હતી જેને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ૨૫૦ પેટી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને ૩૦૦૦ બોટલ દારૂ કબ્જે કરી હતી અને ૧૨,૧૮,૩૬૦ ની કિંમતનો દારૂ, રોકડા ૭,૩૩૦, એક મોબાઇલ ૫,૦૦૦, આઇસર ૭,૦૦,૦૦૦ સહિત કુલ મળીને ૧૯,૩૧,૧૯૦ નો મુદામાલ કબજે કરેલ છે

વધુમાં પકડાયેલા આરોપી ઉપરાંત ધીરેન અમૃતલાલ કારીયા રહે. જૂનાગઢ (દારૂનો મુખ્ય ધંધાર્થી અને દારૂની ગાડી મોકલનાર), શ્યામ આહીર રહે. ગોડલ (દારૂ ભરેલ ગાડીના સમાચાર જાણનાર અને ડ્રાઇવરને સુચના આપનાર ધીરેન કારીયાનો માણસ)ઉદય દવે રહે. ઝાંઝરડા રોડ જૂનાગઢ (ધીરેન કારીયાને દારૂના ધંધામાં મદદ કરનાર અને દારૂ ભરેલ ગાડીઓ ના ડ્રાઇવર ને મદદ કરનાર અને જરૂરી સુચનો આપનાર ધીરેન કારીયાનો ડ્રાઇવર), રાહુલ નામનો હિન્દી ભાષી ડ્રાઇવર (દારૂ ભરવા માટે રાધનપુર હોટલથી ગાડી લઇ જનાર અને આપી જનાર ડ્રાઇવર તેમજ ડીઝલના પૈસા આપનાર) તેમજ આઇસર ગાડી નંબર જીજે ૧ ડીવાય ૭૬૩૨ ના માલિક અને દારૂ ભરેલ ગાડી મંગાવનાર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા દારૂનું કટિંગ કરીને બોલેરોમાં દારૂ ભરીને જતાં હતા ત્યારે કાગવડ ગામના પાટિયા પાસે આવેલ હોટલ નજીકથી તે બોલેરો ગાડી પકડાઈ ગઈ હતી જેથી કરીને દારૂ ભરેલ આઇસર જુનાગઢ તરફ લઈ જવના બદલે મોરબી તરફ આ ગાડીને લઈ જવા માટે મુખ્ય સૂત્રધાર તરફથી સૂચના આપવામાં આવી હતી માળીયા તરફ આ ગાડીને ડ્રાઈવર લઈને જતો હતો ત્યારે વાહનમાં કોઈ ક્ષતિ થવાથી તે વાહન રીપેર કરાવીને વાહન લઈને તે શનાળા પાસેથી આગળ જતો હતો ત્યારે દારૂ ભરેલ આઇસર ગાડીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી લીધેલ છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સો ટકા સવાલ ઉઠશે તે નિશ્ચિત છે






Latest News