વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ દારૂ કેસમાં પકડાતા સસરા પત્નીને તેડી જતા લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત


SHARE











મોરબીમાં અગાઉ દારૂ કેસમાં પકડાતા સસરા પત્નીને તેડી જતા લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત

મોરબીના ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના યુવાને મોરબીના શનાળા પાસે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયુ હતું અને બનાવમાં વિશેષમાં મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મૃતક યુવાન ટંકારા ખાતે દારૂ કેસમાં પકડાયો હતો જેથી તેના પત્નીને તેના સસરા તેડી ગયા હોય તેમજ પત્નીને પરત પણ મોકલતા ન હોય તે વાતનું મનમાં લાગી આવતા પટેલ યુવાને શનાળા નજીક આમલીના ઝાડમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામેથી ઘુનડા જતા રસ્તે સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરની સામે આવેલ આમલીના ઝાડ સાથે મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ જતા નિકુલ હિરજીભાઈ રાજપરા જાતે પટેલ (ઉમર ૨૮) રહે. ધ્રુવનગર તા.ટંકારા જીલ્લો મોરબી વાળાનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે મૃતકના મોટાભાઈ દિપક હિરજી રાજપરા (૩૮) રહે.ધ્રુવનગર તા.ટંકારા વાળાએ પોલીસમાં જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર એન.એસ.મેસવાણીયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યુ હતું કે મૃતકના પત્નીને છેલ્લા ત્રણેક માસ પહેલા તેના સસરા તેડી ગયા હોય અને પરત મોકલતા ન હોય તે વાતનું મનમાં લાગી આવતા નિકુલ રાજપરાએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! વધુમાં મળતી માહિતી મુજબ અગાઉ મૃતક નિકુલ રાજપરા ટંકારા ખાતે દારૂ કેસમાં પકડાયો હતો જેથી કરીને તેની પત્નીને તેના સસરા અજીતગઢ ગામે તેડી ગયા હતા અને છેલ્લા ત્રણેક માસથી પરત મોકલતા ન હોય તે વાતનું મનમાં લાગી આવવાથી તેણે ઉપર પગલું ભરું લીધું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે અને બનાવા અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કારમાં આગથી નુકસાની

મોરબીમાં થોડા સમય પહેલા રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ નજીક પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ કારમાં આગ લાગી હતી જે સંદર્ભે કાર માલિક તરૂણ તુલસીભાઈ પેથાપરા જાતે પટેલ (૪૪) ધંધો બાંધકામ રહે.વિશ્વકર્મા સોસાયટી રવાપર રોડ વાળાએ સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી કે, રવાપર ચોકડી આવેલ કેપિટલ માર્કેટ પાસે પાર્ક કરેલ તેમની હુંડાઈ અલ્કાઇઝર કાર નંબર જીજે ૩૬ એસી ૬૦૯૦ માં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી જેથી કરીને આગમાં કારણ સંપૂર્ણપણે સળગી જવાથી અંદાજે ૧૮ થી ૨૦ લાખ જેવું નુકસાન થવા પામેલ છે તેમજ કારની બાજુમાં પડેલા અન્ય સફેદ કલરની હુન્ડાઈ વરના કાર નંબર જીજે ૩ ઇઆર ૨૬૭૨ માં પણ આગની વરાળ લાગતા કારની ડાબી બાજુના ભાગમાં નુકસાની થવા પામેલ છે.હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News