મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો


SHARE





માળીયા (મી)ના હરીપર પાસે ગાડીમાં પંચર પડેલ વ્હીલ બદલતા યુવાનને અન્ય કારના ચાલકે ઉડાવ્યો

માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગાડીમાં પંચર પડ્યું હોવાથી ગાડીનું વ્હીલ બદલતા યુવાનને અન્ય ગાડીના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે જામનગરમાં ગુલાબનગર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ પાર્કમાં રહેતા પંચાણભાઈ સીદાભાઈ રબારી (૩૮) કચ્છમાંથી જામનગર તરફ પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર હરીપર ગામ નજીક તેની ગાડીમાં પંચર પડ્યું હતું જેથી કરીને ગાડીનું વ્હીલ બદલતા હતા ત્યારે અન્ય કારના ચાલકે તેઓને હડફેટે લેતા તેના ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

ઝેરી દવા પીધી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ગિરારાજ સોસાયટીમાં રહેતા ખમાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (૪૩) પોતાના ઘરે હતા ત્યારે કોઈ અજાણી ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરણીતાનો લગ્ન ગાળો ૨૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.




Latest News