મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે રાજુલ ભુજ રૂટની બસનો અકસ્માત: મુસાફરો સલામત, ડ્રાઈવર-કંડક્ટર ઘાયલ


SHARE









માળીયા (મી)ના હરીપર પાસે રાજુલા-ભુજ રૂટની બસનો અકસ્માત : મુસાફરો સલામત, ડ્રાઈવર-કંડક્ટર ઘાયલ

માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામની ગોળાઈ પાસે રોડ ઉપર ટ્રક ટેલરના ચાલાકે પોતાનો ટ્રક ઉભો રાખ્યો હતો તેમાં પાછળથી રાજુલ ભુજ રૂટની એસટીની બસ અથડાઈ હતી જેથી કરીને બસના ડ્રાઇવર અને કંડક્ટરને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં લાવ્યા હતા અને ત્યારબાદ એસટી બસના ચાલકે ટ્રક ટેલરના ડ્રાઇવરની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલ પુનિતનગરમાં બાલકૃષ્ણ ટેકટરના શોરૂમની બાજુમાં રહેતા એસટી ડ્રાઇવર કપિલભાઈ દિલિપભાઈ ખુમાણ જાતે દરબાર (૩૫) એ હાલમાં ટ્રક ટેલર નંબર જીજે ૧૨ બીએક્સ ૧૫૨૩ ના ચાલક કાશીનાથ રામસાગરભાઇ સિંગ જાતે કૂસવારા (૩૨) રહે. હાલ મુન્દ્રા મૂળ બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામની ગોળાઈ પાસેથી તે પોતાના હવાલા વાળી રાજુલા-ભુજ રૂટની બસ નંબર જીજે ૧૮ ઝેડ ૨૧૬૧ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળો ટ્રક ટેલર રસ્તા ઉપર ઉભો રાખ્યો હતો અને ત્યાં પાછળના ભાગે કોઈ સાઈન બોર્ડ કે લાઈટ ચાલુ રાખી ન હતી જેથી કરીને એસટી બસના ચાલકે પોતાની બસને રોકવા માટે બ્રેક લગાવી હતી તેમ છતાં પણ બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા બસમાં નુકસાની થયેલ છે અને બસના ડ્રાઇવર ફરિયાદી કપિલભાઈ ખુમાણને પગમાં તેમજ કંડકટર અરવિંદભાઈ માધાભાઈ સરવૈયા (૩૨) રહે.બંને રાજુલાને ખભ્ભામાં ઇજા થઈ હતી જેથી કરીને તે બંનેને ૧૦૮ મારફતે સારવારમાં લાવ્યા હતા અને બસમાં બેઠેલા મુસાફરોને અન્ય બસમાં બેસાડીને ત્યાંથી આગળ મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ટ્રક ટેલરના ડ્રાઇવરની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News