મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર પણ જોડાયા


SHARE





મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટર પણ જોડાયા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લાના પદાધિકારી/અધિકારી સાથે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર વગેરે જોડાયા હતા. આ વીડિયો કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી ૧૭ થી ૩૦ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને તમિલના જોડાણ અંગે ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે.




Latest News