મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

ભુજથી સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન દોડશે: વિનોદચાવડા


SHARE











ભુજથી સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન દોડશે: વિનોદચાવડા

સાંસદ તથા કચ્છના જન અને લોક માંગણીને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ - સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ આવશે જેથી કરીને કચ્છથી અમદાવાદ જવા માટે મુસાફરોને ફાયદો થશે

કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર નવાર રજૂઆતો કરવામાં આવતી કચ્છના જન પ્રતિનિધિઓ દ્વારા પણ સરકાર અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪/૨૩ થી ભુજ સાબરમતી (ટ્રેન નંબર-૦૯૪૫૬) સવારે ૬:૫૦ થી નીકળી બપોરે ૧:૩૦ સાબરમતી પહોંચશે તેવીજ રીતે સાબરમતી થી (ટ્રેન નંબર-૦૯૪૫૫) સાંજે ૫:૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૫૦ મિનિટે ભુજ આવશે. બસ અને લક્ઝરીઓમાં કંટાળા જનક પ્રવાસને બદલે લોકોની તકલીફો, સમય તથા મોંઘા ભાડાથી પ્રજાને રાહત થશે. અને વેપાર વણજ જેવા કાર્યોના મુખ્ય હબ અમદાવાદમાં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે.

ભુજ - સાબરમતી સમર સ્પેશિયલ ઈંટરસીટી ટ્રેન શરૂ થતાં સાંસદશ્રી એ ખુશી વ્યક્ત કરતાં ઉપરોક્ત બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલયનો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવ સંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.






Latest News