માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હથિયારબંધી અને ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ


SHARE













મોરબી જિલ્લામાં હથિયારબંધી- ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર હથિયારતલવારભાલાબંદુકછરીલાકડી કે લાઠીશસ્ત્રોસળગતી મશાલબીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા  ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવાએકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાનીજેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રોપ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર છે.      

ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં સભાસરઘસઆંદોલનરેલીની શક્યતા હોય છે. આ સમય દરમિયાન મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦/૦૪/૨૦૨૩ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.          






Latest News