મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીમાં અધૂરી-ખોટી આપતા હાઇકોર્ટમાં પીટીસન દાખલ


SHARE





મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીમાં અધૂરી-ખોટી આપતા હાઇકોર્ટમાં પીટીસન દાખલ

મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સામે હાલમાં ગત ચૂંટણીના એક મહિલા ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં ઈલેકશન પીટીસન દાખલ કરવામાં આવેલ છે જેમાં કાંતિભાઈ અમૃતિયાએ તેના ઉમેદવારી પત્ર સાથે આપેલ એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપી હોવાથી તેની સામે વાંધો લીધેલ છે જેની આગમી મુદત તા ૨૮/૪ આપવામાં આવી છે

રાજ્યમાં છેલ્લે જે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતો તેમાં મોરબી માળીયા બેઠક ઉપર ઉમેદવારી કરનારા મહિલા અપક્ષ ઉમેદવાર માઘુ નિરૂપા નટવરલાલ દ્વારા હાઇકોર્ટમા મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સામે ઇલેક્શન પીટીશન કરલે છે જેમાં તેને જણાવ્યુ છે કે, કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે જે ઉમેદવારી પત્ર ભર્યું છે તેમાં રજૂ કરેલ એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવી છે વધુમાં તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં સરકારી કવાર્ટર હતું કે નહીં અને તેનું સરકારી કોઈ માંગણું છે કે નહીં તેની વિગત રજૂ કરવાની હોય છે પરંતુ વર્ષ ૨૦૧૭ ના ચૂંટણીના એફિડેવીટમાં કાંતિભાઈ અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવેલ હતું અને વર્ષ ૨૦૨૨ માં જે એફિડેવીટમાં સરકારી ક્વાર્ટર લાગુ પડતું નથી તેવું એફિડેવિટમાં લખ્યું છે જે ખોટી માહિતી આપેલ છે અને તેના માટે લાગુ પડતાં વિભાગોની પાસેથી સર્ટિફિકેટ લઈને સોગંદનામાં સાથે તેને જોડાવું પડે તે જોડવામાં આવેલ નથી તેમજ એફિડેવિટમાંથી એક કૉલમ જ ઉડાવી દેવામાં આવી હતી જેની સામે વાંધો લેવામાં આવ્યો હતો ત્યાર બાદ નવું એફિડેવિટ આપવામાં આવ્યું હતું જો કે, ફોર્મની ચકાસણી થઈ ગયા પછી ચૂંટણી અધિકારી દ્વારા નવું એફિડેવિટ સ્વીકારી લેવામાં આવ્યું હતું જે ખોટી રીતે કરવામાં આવ્યું છે




Latest News