મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બારમાસી મરચાં-મસાલા ભરતા લોકો ભેળસેળિયા તત્વોથી સાવધાન


SHARE





મોરબી જીલ્લામાં બારમાસી મરચાં-મસાલા ભરતા લોકો ભેળસેળિયા તત્વોથી સાવધાન

મોરબીમા હાલે ઠેકઠેકાણે તંબુતાણીને મરચા દળવાની પ્રક્રિયા ચાલે છે જો કે, ઘણી જગ્યાએ આવા મરચા દળવાવાળા દ્વારા મસાલામાં કલર મેળવવામાં આવે છે તેમજ જથ્થો વધારવા માટે અન્ય પ્રકારના ભુસાની મીલાવટ કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ વિભાગને તપાસ કરી નમુના લેવા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરેલ છે.

હાલમાં મરચુહળદરધાણા જીરૂ આ બધો માણસનો રોજીંદો ખોરાક છે અને ગૃહીણીઓ આવા મસાલાનો બાર મહિના માટે સંગ્રહ કરે છે. મોરબીમાં ઘણી જગ્યાએ ટેમ્પરરી સ્ટોલો ઉભા કરીને મરચા દળે છે ત્યારે ઘણી જગ્યાએ મરચાની સાથે કલર તથા પાવડરની ભેળસેળ કરે છે જેથી મરચુ કલરવાળુ દેખાય છે. અને ખરીદીને જયારે દળવામાં આવે છે ત્યારે કયારે અને કેવા સંજોગોમાં ભેળસેળ થાય છે તે ગ્રાહકને ખબર નથી પડતી પરંતુ જયારે તેનો ઉપયોગ કરવામા આવે છે ત્યારે ખબર પડે છે કે, મરચામાં કલર હોય તેવુ જણાય છે. આવી મોંઘવારીમાં માણસ બાર મહીનાનો સ્ટોક ભેગો કરેને ભેળસેળ યુકત મરચુ મળે તો તેની તંદુરસ્તી પર જોખમ થાય છે તો આ અંગે ખોરાક અને ઔષધ વિભાગ નમુના લઈ ને લેબોરેટરી કરાવે તેવી રજુઆત મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ કરેલ છે.




Latest News