મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે


SHARE









મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ હક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર મોરબી ચૂંટણી શાખા દ્વારા મોરબી જિલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.


આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંકલિત મતદારયાદીના મુસદ્દા અન્વયે તારીખ ૨૦-૦૪-૨૦૨૩ સુધી હક-દાવા તથા વાંધા અરજી રજૂ કરી શકાશે. આ હક-દાવા તથા વાંધા અરજીનો તારીખ ૨૮-૦૪-૨૦૨૩ સુધીમાં નિકાલ કરવામાં આવશે. મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની કામગીરી તેમજ ડેટાબેઝને અદ્યતન કરવાની અને પૂરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તારીખ ૦૪-૦૫-૨૦૨૩ સુધીમાં કરવામાં આવનાર છે. જ્યારે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તારીખ ૧૦-૦૫-૨૦૨૩ ના કરવામાં આવશે. ઉપરાંત ખાસ ઝુંબેશની તારીખો ECI દ્વારા અલગથી જાહેર કરવામાં આવનાર છે.

આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે જે લોકોને બુથ પર જવું ન હોય તે લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકે છે. આ બાબતે કોઈ મુશ્કેલી ઉભી થાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ફોન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. તંદુરસ્ત મતદારયાદી થાય તૈયાર થાય તે માટે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.




Latest News