મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામે મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન


SHARE









માળીયા (મી)ના વવાણિયા ગામે મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન

માળિયા મિયાણાના વવાણિયા ગામે નિ:શુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે અને શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થાના સહયોગથી આ કેમ્પ યોજાવાનો છે આ કેમ્પમાં ભારતભરના અને વિદેશના નિષ્ણાંત ડોક્ટરો સેવા આપવા માટે આવશે

વવાણિયા ગામે માતૃશ્રી રામબાઇ માતાજીનાં મંદિરે તા.૯/૪ ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, વિક્લાંગ, પ્રસૂતિ અને રોગ, બાળરોગ, બાળકોના ઓપરેશન, હ્રદયરોગ, કેન્સર, લોહીના કણોની તપાસ, કાન-નાક અને ગળાની તપાસ, ચામડીના રોગ, પ્રોસ્ટ્રેટ, કિડની, કરોડરજ્જુ, હાડકા, આંતરડા, જ્ઞાનતંતુ (ન્યુરોલોજી), ફેફસાની તપાસ, માનસિક રોગની સારવાર, નેત્રરોગ, દાંતના રોગ, વિગેરેની સારવાર આપવામાં આવશે અને કેમ્પની વધુ માહિતી માટે ૯૪૮૪૪ ૩૯૨૩૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કેમ્પનો લાભ લેવા હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ દર્દીઓને અપીલ કરી છે




Latest News