મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિવિધ બૂથની અધિક કલેક્ટર આર.પી.પટેલે લીધી મુલાકાત


SHARE





મોરબી જીલ્લામાં વિવિધ બૂથની અધિક કલેક્ટર આર.પી.પટેલે લીધી મુલાકાત

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ ૧૬/૦૪/૨૦૨૩ અને ૨૩/૦૪/૨૦૨૩ એમ બે દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લાના તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના અધિક કલેક્ટર આર.પી. પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ તેમજ તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા બૂથની વિઝીટ લેવામાં આવી હતી. અને આગામી તા ૨૩/૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ જિલ્લાના તમામ નાગરિકોને લાભ લેવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે




Latest News