હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાની સાથે દુષ્કર્મ આચારનાર બિલાલ માણેક જેલ હવાલે


SHARE









મોરબીમાં સગીરાની સાથે દુષ્કર્મ આચારનાર બિલાલ માણેક જેલ હવાલે

મોરબીમાં સગીરને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેની નાની બહેનનું અપહરણ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેની સગીરાએ તેની માતાને વાત કરી હતી ત્યાર બાદ સગીરાની માતાએ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી બિલાલ માણેકની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની દીકરી અભ્યાસ કરવા જતી હતી ત્યારે શાળાની આસપાસ આંટા મારીને યુવાન દ્વારા તેણીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને બાદમાં તેણીની નાની બહેન તથા ભત્રીજીને ઉઠાવી જવાની ધમકી તેમજ પોતાના હાથમાં બ્લેડના છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાની માતાએ હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક નામના શખ્સની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

હાલમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ વિપ્ર પરિવારની સગીરવયની હતી ત્યારે શાળાની આસપાસમાં આ શખ્સ આંટા મારતો હતો અને સગીરાના ભોળપણાનો લાભ લઇ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ આ યુવાન વીસીપરામાં તેના ઘરે લઈને ગયો હતો અને ત્યાં સગીરાને તેની નાની બહેન અને ભત્રીજીને ઉપાડી જવાની ધમકીઓ આપીને તેમજ ઈમોશનલ બ્લેકમેલ કરીને પોતાની જાતે જ પોતાના હાથે બ્લેડ વડે છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ગુનામાં પોલીસે સગીરાની માતાએ આપેલ ફરિયાદ આધારે પીઆઇ એચ.એ. જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી બિલાલ માણેકની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News