મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા-મોરબીના જાંબુડીયા નજીક દારૂની બે રેડ: ૪૯ બોટલ દારૂ કબજે


SHARE





માળીયા (મી)ના વવાણીયા-મોરબીના જાંબુડીયા નજીક દારૂની બે રેડ: ૪૯ બોટલ દારૂ કબજે

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા તેમજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની ૫૬ બોટલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જોકે, એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામથી બગસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સાગર રામભાઈ સવસેટાના કબજા ભોગવટા વાળા વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૪૯ બોટલ મળી આવતા પોલીસે ૧૬,૩૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી સાગર રામભાઈ સવસેટા રહે. વવાણીયા વાળો હાજર ન હોવાથી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ પાસે આવેલ કોમેન્ટ સીરામીક નજીકથી પસાર થઈ રહેલ એજ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હોય પોલીસે ૫૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને આરોપી કિરીટ વિનુભાઈ સાવરીયા (૨૦) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News