મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ૬૯ દિવસમાં ૭૪૬૨ દરસ્તાવેજ, સરકારમાં ૩૫.૬૩ કરોડથી વધુની આવક


SHARE







મોરબીમાં ૬૯ દિવસમાં ૭૪૬૨ દરસ્તાવેજ, સરકારમાં ૩૫.૬૩ કરોડથી વધુની આવક

રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં વધારો કરવાની જાહેરત કરવામાં આવી હતી ત્યારે બાદ રાતો રાત ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાથી રાજ્યભરમાં તેને લઈને ઓહાપોહ મચી ગયો હતો જેથી કરીને સરકારે નવી જંત્રીના અમલને તા ૧૫/૪ સુધી મોકૂફ રાખ્યો હતો જો કે, આ ૬૯ દિવસના સમયગાળામાં મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં જૂની જંત્રીનો લાભ લેવા માટે ૭૪૬૨ દરસ્તાવેજ કરવામાં આવ્યા છે જેથી કરીને સરકારી તિજોરીમાં રજીસ્ટ્રેશન ફી અને સ્ટેપ ડ્યુટીની આવક મળીને ૩૫.૬૩ કરોડથી વધૂની આવક થયેલ છે

સરકારે હાલમાં જંત્રીના દરમાં ૧૦૦ કાનો એટલે કે બમણો ભાવ વધારો અમલમાં મૂકી દીધેલ છે જો કે, મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઘણા મિલકત ધારકોએ જુની જંત્રીનો લાભ લેવા માટે દસ્તાવેજ કરવા દોટ મુકી હતી. જેથી કરીને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૧ માં જંત્રીના દર અમલમાં આવ્યાં હતા. ત્યારે આશરે ૧૧ વર્ષ બાદ જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જો કે, સરકરે પહેલા તા ૪/૨/૨૩ ના રોજ જંત્રી દરમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી હતી અને બીજા જ દિવસથી બમણો જંત્રી દર લાગુ કરવામાં આવ્યો હતો જેથી કરીને દસ્તાવેજના કામ રોકાઈ ગયા હતા અને રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો

જેથી કરીને સરકારે તેનો અમલ મોકૂફ રાખ્યો હતો અને તા ૧૫/૪ સુધી જૂની જંત્રીને અમલમાં રાખી હતી જેથી કરીને મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે મિલકત ધારકોએ જંત્રી વધે તે પહેલા દસ્તાવેજ કરાવી લેવા પડાપડી કરી છે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની ૧૫ તારીખ સુધીમાં મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રોજના અંદાજે ૧૦૦ કરતા વધુ દસ્તાવેજોની નોંધણી થઇ હતી. જેથી કરીને મોરબી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ૭૪૬૨ દસ્તાવેજ નોંધાયેલ છે અને જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવે તે પહેલા થયેલા દસ્તાવેજના લીધે સ્ટેમ્પ ડ્યુટીની આવક ૩૫,૮૯,૨૧,૮૬૯ અને રજીસ્ટ્રેશન ફીની આવક ૪,૭૩,૮૯,૯૧૨ આમ કુલ મળીને સરકારની તિજોરીમાં આ ૬૯ દિવસમાં ૩૫.૬૩ કરોડથી વધીની આવક થયેલ છે તેવું મોરબીના સબ રજીસ્ટ્રાર કે.ડી. જાડેજા પાસેથી જાણવા મળ્યું છે






Latest News