રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં અમારા વિશે કેમ ખોટી વાતો કરો છો..? કહીને કરવામાં આવેલ હુમલામાં વધુ એક શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં અમારા વિશે કેમ ખોટી વાતો કરો છો..? કહીને કરવામાં આવેલ હુમલામાં વધુ એક શખ્સની ધરપકડ

મોરબીના સામાકાંઠે ભીમસર વિસ્તારમાં "અમારા વિશે કેમ ખોટી વાત કરો છો..?" તેમ કહીને સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નોંધાવેલી ફરિયાદમાં અગાઉ આરોપીઓની ધરપકડ થયા બાદ વધુ એક આરોપીની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી-૨ સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર ભીમસરમાં રહેતા હાજરાબેન હાજીભાઈ ખોળ જાતે મિંયાણા (ઉમર ૪૫) એ વલીમામદ હબીબભાઈ જામ, સલીમભાઈ હબીબભાઈ જામ અને હનીફભાઈ હબીબભાઈ જામ રહે. બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી-૨ ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ તેમના ઘર પાસે આવીને તેમના પતિ હાજીભાઈ સાથે ગાળાગાળી કરીને જપાજપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે વલીમામદ જામ દ્વારા ફરિયાદીના પતિ હાજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને તેમના પતિને બચાવવા માટે થઈને ફરિયાદી હાજરાબેન તથા સાહેદ હવાબેન વચ્ચે પડ્યા હતા ત્યારે વલીમામદ જામ દ્વારા તેની પાસે રહેલ લાકડી વડે બંને મહિલાઓને માર મારવામાં આવ્યો હતો અને અન્ય આરોપીઓએ પણ વલીમામદ જામને મદદ કરી હતી જેથી હાજરાબેન ખોળ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં અગાઉ વલીમામદ હબીબભાઈ જામ અને હનીફ હબીબભાઈ જામ જાતે મિયાણા (૩૦) રહે. ઉમા ટાઉનશિપ સામે વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પકડવા બાકી રહેલા સલીમ હબીબ જામ જાતે મિંયાણા (ઉમર ૩૬) રહે.ઉમા ટાઉનશિપ સામે વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાની સીટી બી ડિવિઝન પીએસઆઇ જે.એલ.ઝાલા અને રાઈટર સંજય નકુમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્કમાં રહેતા બલભદ્રસિંહ ઝાલાનો સાત વર્ષનો દીકરો હરદીપસિંહ સાંજના સમયે બાઈકમાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં હરદીપસિંહને ઇજા થયેલ હોવાથી તેને મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News