મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની ૧૫ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની ૧૫ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી માળીયા (મીં) ના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૪ વર્ષથી યોજવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીમાં રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ કંડલા બાયપાસ રોડ વાવડી ચોકડી અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેષ કણઝારિયા, ડો. શરદ રૈયાણી, ડો. યોગેશ પેથાપરા, ડો. આશિષ રાંકજા, ડો. અલ્પેશ ફેફર, ડો. ભાવેશ શેરસીયા, ડો. મેહુલ પનારા, ડો. કૃષ્ણ એ. ચગ, ડો. તૃપ્તિ સાવરિયા સેવા આપી હતી અને આ કેમ્પનો ઘણા દર્દીઓ દ્વારા લાભ પણ લેવામાં આવ્યો હતો તેવું ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશનના ડો. ભાવીન ગામી અને સન્ની મેરજાએ જણાવ્યુ છે




Latest News