હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ


SHARE









મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ

મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો જેથી કરીને તાત્કાલિક આ અંગેની અજાણ્યા વ્યક્તિ દ્વારા 108 ની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળકને ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને અંદાજે પાંચ થી છ દિવસનું બાળક હોય તેની હેલ્થ સારી છે તેવું 108 ની ટીમ પાસેથી જાણવા મળ્યું છે જોકે બાળકને શા માટે અને કોના દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે તે દિશામાં હવે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી નજીકના નવી ટીંબડી ગામના પાટીયા પાસે બાવળની જાળીમાં નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય તે અંગેની જાણ 108 ની ટીમને અજાણી વ્યક્તિ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાવળીની જાળીમાં ત્યજી દેવામાં આવેલ બાળકને ત્યાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગે 108 ના ઈએમટી ગોવિંદભાઈ સોલંકી તથા પાયલોટ ગૌતમભાઈ આહીર પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવી ટીંબડી ગામના પાટીયા પાસે 100 મીટર અંદરના ભાગમાં બાવળની જાળીમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું અને ત્યજી દેવાયેલ બાળકને આંખ પાસે અને શરીરને બાવળના કાંટા વાગ્યા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે જોકે બાળકની હેલ્થ સારી છે અને આ બાળક ચારથી પાંચ દિવસનું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે જોકે બાળકને કયા કારણોસર બાવળની જાળીમાં ત્યજી દેવામાં આવેલ છે અને બાળકને કોણ ત્યજી ગયું છે તે સહિતની દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે




Latest News