મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા


SHARE









જે સરકાર ખેડૂતોની આવક મમણી કરવાની વાતો કરતી હતી તેને આજે ખેડૂતોને નોંધારા કરી મૂકીએ છીએ ત્યારે ખેડૂતોની વાહરે હવે કોંગ્રેસ આવી છે અને કોંગ્રેસ દ્વારા આગામી 22 ઓક્ટોબરના રોજ મોરબીના આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોની મહાસભા નું આયોજન કરવામાં આવ્યું છે જે બાબતે કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે બે માજી ધારાસભ્યોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરાએ આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી.

ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળવા, ખેડૂતોને વીજપોલમાં જતી તેઓની જમીનનું પૂરતું વળતર ન મળવું આ રીતે અનેક પ્રકારની હાલાકી તો પડી રહી છે ત્યારે ભાજપ સરકાર કે જે વર્ષ 2022 માં ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો કરતી હતી તેણે આજે ખેડૂતોને નોધારા કરી નાખ્યા છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી છે તેવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ લલીતભાઈ વસોયાની હાજરીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નયનભાઈ અઘારા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાઓ અને સાથે રાખીને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને લઈને આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીના સનાળા - રાજપર રોડ ઉપર ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવશે અને તેમાં ન માત્ર મોરબી જિલ્લો પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો આવશે અને ખેડૂતોના જે વીજપોલ જણસના ભાવ સહિતના જે કોઈ પ્રશ્ન છે આ પ્રશ્નો ને વાંચા આપવાનું કામ કોંગ્રેસ કરશે. અંતમાં લલિતભાઈ કગથરાએ કહ્યું હતું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાના નથી પરંતુ ખેડૂતો માટે તે કાયમ લડતા રહેવાના છે




Latest News