મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ


SHARE









મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ

સેવા સંકલ્પ અભિયાન અન્વયે ‘વાંચે ગુજરાત’ અભિયાનના વિચારને સાકાર કરવાના ઉમદા આશયથી મોરબી ખાતે આયોજિત બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’ને મોરબીના પુસ્તકપ્રેમી નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી તથા કચ્છની વી.આર.ટી.આઈ. સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં મોરબીના સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓના અદ્ભુત ઉત્સાહના પરિણામે માત્ર બે જ દિવસના ગાળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના વિપુલ પ્રમાણમાં પુસ્તકોનું વેચાણ નોંધાયું છે. અગાઉ મોરબીની શાળાઓ અને સંસ્થાઓને કચ્છ સુધી પુસ્તક ખરીદી માટે જવું પડતું હતું, તે સુવિધા મોરબી આંગણે જ ઉપલબ્ધ કરાવતા ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અને રૂ. ૩,૦૦૦ ની ખરીદી પર રૂ. ૭,૦૦૦ ની કિંમતના પુસ્તકો મેળવવાની વિશેષ યોજનાનો શાળા-કોલેજો તથા ગ્રંથાલયોએ બોહળો લાભ લીધો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયેલો આ પુસ્તક મેળો મોરબીવાસીઓના વાચનપ્રેમનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.




Latest News