મોરબીમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે અતુલ જોશીની વરણી
SHARE
મોરબીમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે અતુલ જોશીની વરણી
મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં બ્રહ્મ સમાજની વિવિધ પાંખના હોદેદારો, આગેવાનો તેમજ ભૂદેવો સહપરિવાર જોડાયા હતા મોરબીમાં વૈશાખ સુદ ત્રીજ એટ્લે કે અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પરશુરામ જયંતિની શોભાયાત્રા મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિરથી શરૂ કરવામાં આવી હતી મોરબીના રામચોક, ગાંધીચોક થઈને નેહરુ ગેઇટ ચોક અને ત્યાથી રેલ્વે સ્ટેશન રોડ થઈને આ શોભાયાત્રા પરશુરામ ધામ નવલખી રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જીતુભાઈ મહેતા, ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, કોશોરભાઈ શુક્લ, નિખિલભાઈ જોશી, જગદીશભાઇ ઓઝા, નલિનભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, ધ્યાનેશભાઈ રાવલ, મનોજભાઇ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, હિમાંશુભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવવા માટે પરશુરામધામ ભૂપતભાઇ પંડ્યા, પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આગામી એક વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ પદે અતુલભાઈ જોશી અને મહામંત્રી પદે મહેતા જયદીપભાઈ અને નયનભાઇ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે જેને તમામ હોદેદારો સહિતના ભૂદેવો તરફથી અભિનંદન આપવામાં આવેલ છે