મોરબીમાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ: પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે અતુલ જોશીની વરણી
મોરબીના બાયપાસ રોડે આવેલ વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા-દાગીના મળી ૧૩.૨૪ લાખની ચોરી
SHARE
મોરબીના બાયપાસ રોડે આવેલ વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા-દાગીના મળી ૧૩.૨૪ લાખની ચોરી
મોરબીના બાયપાસ રોડે આવેલ વૈભવ એપાર્ટમેનેટના ફલેટમાં રહેતા વેપારીના ઘરને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ધાર્મિક વિધિ પ્રસંગે બહારગામ ગયેલ વેપારીએ હાલમાં એપાર્ટમેન્ટના ચોકીદાર સહિતના ત્રણ નેપાળીઓએ સામે ચોરી કર્યાની ફરીયાદ કરી છે જેમા વેપારીએ જણાવ્યુ છે કે, લાખોની રોકડ અને દાગીના સહીત ૧૩.૨૪ લાખના મુદામાલની ચોરી કરી છે જેથી પોલીસે તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા વૈભવનગર વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૫૦૧ માં રહેતા વેપારી કમલેશભાઈ નારશીભાઈ હુલાણીએ હાલમાં તેમના એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા મૂળ નેપાળના રહેવાસી રાજેશ અને તેમના મકાનમાં ધરકામ કરતી સરિતા રાજેશભાઇ તેમજ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમા તેને જણાવ્યુ છે કે, તેઓ તા ૨૨ ના રોજ મુજબ ધાર્મિક પ્રસંગમાં બહારગામ ગયા હતા. ત્યારે આરોપી મહિલા તેમના ઘરનું કામ કરતી હોય તેની પાસે ઘરની તમામ માહિતી હતી તેને ચોકીદાર રાજેશ અને બાજુના ચોકદારે મળીને બંધ ફેલેટમાં ચોરી કરવાનો પ્લાન કર્યો હતો અને ઘરના બાથરૂમના વેન્ટિંલેશનની બારીના કાચ કાઢી ઘરમાં ચોરી કરી હતી ત્યારે રોકડા ૧૨.૫૦ લાખ અને દાગીના સહિત ૧૩.૨૪ લાખનો મુદામાલ ચોરી કરી ગયોલ છે હાલમાં વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 13.24 લાખ રૂપિયા ની ચોરીની ફરિયાદ લઈ એપાર્ટમેન્ટના ચોકીદાર સહિત કુલ મળીને ત્રણ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે