મોરબીના બાયપાસ રોડે આવેલ વૈભવ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રોકડા-દાગીના મળી ૧૩.૨૪ લાખની ચોરી
મોરબી જિલ્લામાં જય ભારત સત્યાગ્રહ સમેલનની તૈયારી માટે મીટીંગ યોજાઇ
SHARE
મોરબી જિલ્લામાં જય ભારત સત્યાગ્રહ સમેલનની તૈયારી માટે મીટીંગ યોજાઇ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કક્ષાનુ જય ભારત સત્યાગ્રહ સંમેલન બોલાવવાના ભાગ રૂપે આગેવાનો, હોદેદારો તથા કાર્યકરોની અગત્યની મીટીંગ મળેલ હતી જેમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસના હોદેદારો, દરેક ફન્ટલ- સેલના હોદેદારો તેમજ જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં ચૂંટણી લડેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમની સાથે સંમેલન કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી દિવસો પ્રદેશ સમિતિ તરફ સંમેલન કરવા માટે તારીખ મેળવવાનુ નક્કી કરેલ છે અને ગ્રામ્ય વિસ્તારનો અને શહેરનો વોર્ડ વાઇસ પ્રવાસ કરી કોગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા તથા સંમેલનને સફળ બનાવવાના કાર્યમાં આજથી જ લાગી જવાનુ આગેવાનોએ આહ્વાન કર્યું હતું આગમી દિવસોમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લક્ષી કામગીરી પણ ચાલુ કરી લોકો સુધી કોગ્રેસ પક્ષની વિચારધારા પહોંચાડી કોગ્રેસ પક્ષને મજબૂત બનાવી,પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી આંદોલન કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે આ તકે કિશોરભાઇ ચિખલિયા, મુકેશભાઇ ગામી, અમૂભાઈ હુંબલ, કે.ડી. પડ્સુંબિયા, એલ.એમ.કંઝારીયા, કે.ડી. બાવરવા, દિલીપભાઇ સરડવા, ભાવેશભાઈ સાવરીયા, રાવજીભાઇ સોલંકી, લાલીલભાઈ કસુન્દ્રા, દીપકભાઈ પરમાર, ઈકબાલભાઈ જેડા, ધીરુભાઈ મકવાણા, કે.પી.ભાગીયા સહિત મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસનાં આગેવાનો અને હોદેદાર હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુએ જણાવ્યુ છે