મોરબીના વાડી વિસ્તારમાં જાડા ધાનની આરોગ્ય માટે ઉપયોગીતા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
SHARE
ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
શિખામણ નહી પરંતુ સહિયારા પ્રયાસો થકી ટંકારા શિક્ષણ જગતમાં બાળકોનું ધડતર અને ભણતર કરવામાં બે દશકાઓ કમર કસી છે એવા એલ.વી. કગથરા વય મર્યાદાના લીધે નિવૃત થતાં તેનો શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો તેઓએ આચાર્ય સંધના જીલ્લા પ્રમુખ, પરીક્ષા સમિતિના પ્રમુખ, જિલ્લા કર્મચારી ગ્રાહક ધિરાણ સમિતિના પ્રમુખ સાથે વિધાર્થીના વાહ્લસોયા તરીકે ઉમદા ફરજ અદા કરી હતી. આ વિદય સમારોહમાં ગુરૂકુલના આચાર્ય રામદેવજી, જિલ્લા પ્રા.શિ.અધિકારી પ્રવીણ અંબારિયાના, જિલ્લા આચાર્ય સંઘના વર્તમાન પ્રમુખ સરસાવડીયા, ઉપપ્રમુખ એન.એચ. દેથરીયા, મહામંત્રી સંજીવભાઈ જાવિયા, પરીક્ષા સમિતિના અધ્યક્ષ જે.એચ. સંઘવી, રાજ્ય આચાર્ય સંઘ મહિલા સંગઠન મંત્રી સરોજબેન પટેલ, પૂર્વ બોર્ડ મેમ્બર અમરશીભાઈ ચંદ્રાલા, ટ્રસ્ટીગણના કે.કે.મેરજા, જગદીશ પનારા, જગદીશ કકાસણીયા, હર્ષદરાય કંસારા ટંકારા અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી શાળા પરીવાર વિદ્યાર્થી ભાઈ બહેનો વિશેષ હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અંતે સંચાલક મંડળ, સ્ટાફગણ, ઉપસ્થિત અગ્રણી મહાનુભાવો દ્વારા સન્માન પત્ર, શાલ ઓઢાડીને યાદગાર ભેટ તથા નિવૃત્તીના વર્ષ સ્વસ્થ શરીર સાથે સુખ શાંતિથી પસાર થાય એવી શુભેચ્છા પાઠવી હતી.