ટંકારાની મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
મોરબી : ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં યોગ શિબિર યોજાઇ
SHARE
મોરબી : ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં યોગ શિબિર યોજાઇ
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રવિવારે યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણીના સહયોગથી વિશ્વ યોગ દિવસનો યોગ પ્રોટોકોલ માટે એક દિવાસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને એક દિવસીય શિબિરનો લાભ લીધો હતો આ યોગ શિબિરમાં તમામ યોગ કોચ, ટ્રેનર, યોગ સાધકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લાની સૌપ્રથમ નિશુલ્ક યોગ શિબિરનું ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કાંતિલાલ અમૃતિયાના બંગલે ઉમા ટાઉનશિપમાં આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈએ જરૂરી માર્ગદર્શન અને સહયોગ આયોજકોને આપ્યો હતો આ શિબિર સવારે ૬ થી ૭:૩૦ સુધી રાખવામા આવી હતી તેવું ચાંદનીબેન ધોરીયાણી (યોગ ટ્રેનર) તેમજ વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર)એ જણાવ્યુ હતું.