મોરબી : ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં યોગ શિબિર યોજાઇ
મોરબીમાં શાળા-કોલેજની આસપાસના સીસીટીવી ઉપર પોલીસની વોચ રખાવવા ધારાસભ્યને રજૂઆત
SHARE
મોરબીમાં શાળા-કોલેજની આસપાસના સીસીટીવી ઉપર પોલીસની વોચ રખાવવા ધારાસભ્યને રજૂઆત
મોરબીમાં સુપર માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, કન્યા છાત્રાલય રોડ, જીઆઇડીસી રોડના સીસીટીવી કેમેરાનું લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશનમાં જોડી શકાય તેવી વ્યવસ્થા કરવાની કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરવામાં આવી છે અને તાજેતરમાં બનેલ સુપર માર્કેટમાં બનેલ ઘટનામાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા તેના માટે ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
મોરબીમાં આવેલ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથીએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત પત્ર લખીને સુપર માર્કેટની ઘટનામાં પગલાં લેવા માટે આભાર વ્યક્ત કરેલ છે અને મોરબીમાં બહારગામથી વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે તેને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવે છે જેથી કરીને સુપર માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, કન્યા છાત્રાલય રોડ, જીઆઇડીસી રોડના સીસીટીવી કેમેરાનું લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશનમાં થઈ શકે એવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી છે