મોરબીમાં શાળા-કોલેજની આસપાસના સીસીટીવી ઉપર પોલીસની વોચ રખાવવા ધારાસભ્યને રજૂઆત
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંદીપની સુપર કિંગ ઇલેવન ચેમ્પિયન
SHARE
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાંદીપની સુપર કિંગ ઇલેવન ચેમ્પિયન
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સોનગ્રા, પ્રવીણભાઈ આંબરિયા, જયેશભાઇ રાઠોડ, સુખાભાઇ ડાંગર અને દિનેશભાઇ ગરચર દ્વારા પ્રારંભ કરાવ્યો હતો ત્યારે શિક્ષકોમાં ખેલદિલીની ભાવના વધે અને એકમેકની વધુ નજીક આવે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ બિરદાવ્યૂ હતું અને નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ મેદાન ખાતે બે દિવસમાં જુદીજુદી ૮ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ફાઇનલ મેચમાં હળવદની સંદીપની સુપર કિંગ ઇલેવન દ્વારા બે વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા અને તેની સામે ટંકારાની બેંગ બેંગ ઇલેવને ૮ વિકેટે ૯૦ રન બનાવ્યા હતા જેથી કરીને ૬૪ રને હળવદની સંદીપની સુપર કિંગ ઇલેવન ચેમ્પિયન બનેલ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઇફ ધ મેચ ગૌરાંગભાઈ પટેલ અને મેન ઓફ ધ સિરીજ નિતિનભાઈ પટેલને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ આયોજનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી