મોરબીના લક્ષ્મીનગર પાસે અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ
SHARE
વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં દંપતીએ ઝેરી દવા પીને કર્યો આપઘાત ; કારણ અકબંધ
વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને ખેતીમાં મજૂરી કામ કરતા દંપતીએ પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ચાર સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા સોનલબેન રામજીભાઈ ચૌહાણ (૩૮) અને રામજીભાઈ ગાંડુભાઈ ચૌહાણ (૪૨) એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે બંનેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે રાજકોટ ખાતે તે બંનેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોય આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક દંપતિ મૂળ ગઢડાનું રહેવાસી છે અને તેને ચાર સંતાન છે અને તે પૈકીના બે દીકરા સિરામિક કારખાનામાં નોકરી કરતા હતા અને એક દીકરી તેમજ દીકરો તેની સાથે રહેતા હતા જોકે કયા કારણસર દંપતિએ ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેનું ચોક્કસ કોઈ કારણ હજુ સામે આવેલ નથી.