મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં બેઠા આરોપીએ ફોન ઉપર આધેડ પાસે બે લાખની ખંડણી માંગવાના ગુનામાં એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીની જેલમાં બેઠા આરોપીએ ફોન ઉપર આધેડ પાસે બે લાખની ખંડણી માંગવાના ગુનામાં એક આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરામાં થયેલ ડબલ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે જેલમાં બેઠા આરોપીએ તેના ભાઈના ફોનમાં ફોન કરીને વીસીપરામાં રમેશ કોટન મિલ પાસે રહેતા અને સતવારા આધેડને ફોન ઉપર ધમકી આપી "રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ." તેવી ધમકી આપી હતી જેથી કરીને આધડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જેલમાં રહેલા આરોપી અને તેના ભાઈની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફોન લઈને આધેડ પાસે ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરીને તેનો મોબાઈલ ફોન તેમજ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે કબજે કર્યા હોવાનું જાણવા મળેલ છે

 

ગઇકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (૬૨)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યાર બાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ હેઠળ અલ્લારખા તાજમામદ જેડા અને ડાડો તાજમામદ જેડા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે ફરિયાદીના ડેલે ફોન લઈને ગયેલા આરોપી અલ્લારખા તાજમામદ જેડા (૨૪) રહે. માળીયા મિયાણા પોલીસ સ્ટેશન સામે વાળાની ખંડણી અને ધમકીના ગુનામાં ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ફરિયાદ પાસે અગાઉ આરોપી ડાડો તાજમામદ જેડા બે થી ત્રણ વખત નાની નાની રકમ ધમકી આપીને ડબલ મર્ડર પહેલા લઈ ગયો હતો અને ત્યાર બાદ જેલમાં ગયા પછી અંદાજે છ મહિના પહેલા આવી જ રીતે ધમકી આપીને ખંડણી માંગી હતી ત્યારે પોલીસે પોલીસે અરજી કરીને કામગીરી પૂરી કરી હતી જો કે, હાલમાં ફરિયાદ લેવામાં આવી છે પરંતુ ગુનેગારોને મોરબીમાં પોલીસે કે કાયદાનો કોઈ ડર નથી તે હક્કિત છે




Latest News