મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે ઓરડીમાંથી દારૂની ૩૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીના રંગપર પાસે ઓરડીમાંથી દારૂની ૩૬ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના રંગપર ગામે ઓરડીમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ૩૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ હક્કિત આધારે મોરબીના રંગપર પાસે ઓરડી ભાડે રાખીને રહેતા મૂળ ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામના વિપુલ સોમાભાઈ ગોદરિયા જાતે કોળી (૨૨) ની ઓરડીમાં તલાશી લેવામાં આવી હતી ત્યારે તે ઓરડીમાં ખાટલા નીચે પડેલ બાચકામાંથી દારૂનું ૩૬ બોટલ મળી આવી હતું જેથી કરીને પોલીસે ૧૩૫૦૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આ શખ્સે સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના બળુભા જીલુભા ઝાલા પાસેથી દારૂ મેળવ્યો હોવાની કબૂલાત આપેલ છે જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News