ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મજૂરી કામના પૈસા વસૂલ કરવા કારખાનેદારનું અપહરણ કરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં મજૂરી કામના પૈસા વસૂલ કરવા કારખાનેદારનું અપહરણ કરનારા પાંચ પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના કારખાનામાં મજૂર કામા કરતાં પરપ્રાંતીય મજૂરોને કારખાનામાંથી લેવાના નિકલા રૂપિયા કારખાનેદાર પાસેથી વધુ કરવા માટે સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને છરી બતાવીને પહેલા ૧૦ લાખની માંગણી કરી હતી જોકે, બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કર્મચારી સહિતના પાંચ શખ્સો સામે ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરલે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડે ગુંજન હાઇટ્સમાં રહેતા અને સિરામિક સેનેટરી વેર વાળા જીજ્ઞેશભાઈ મહાદેવભાઈ ભટ્ટાસણાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ઘૂટુંથી તલાવીયા શનાળા વચ્ચે મોઢે રૂમાલ બાંધેલ બે શખ્સ જાળીમાંથી સામે આવ્યા હતા અને તેને ધક્કો મારી બાઈક ઉપરથી નીચે પાડીને ઇકો કારમાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના જ પૂર્વ કર્મચાર મનોજ ઉર્ફે ટાપન હરિહર બહેરાએ કહ્યું હતું કે તેને કામના દોઢ લાખ રૂપિયા લેવાના છે હવે દસ લાખ રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું અને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ફરિયાદીના ભાગીદાર વિશાલભાઈને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું જેથી વિશાલભાઈએ બપોરના એકાદ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં ઢુવા પાસે આવેલ રાધે હોટેલ પાછળ માટેલ રોડ ઉપર આવેલ ઓમ ઇલેક્ટ્રિક સામે આરોપીઓના કોઈ સાગરિતને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા

ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદીને અમદાવાદ નારોલથી થોડે આગળ ભાવડા સર્કલ પાસે ઉતારી દીધો હતો અને તેઓ ઇકો કાર એમપી ૯ ઝેડસી ૨૭૭૮ લઈને નાસી ગયા હતા અને આ આરોપીઓ તેના મોબાઈલ ફોનમાં સતત એમપી સુધીનો રસ્તો ગૂગલ મેપમાં જોતાં હતા ત્યાર બાદ જીજ્ઞેશભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનોજ ઉર્ફે ટાપન હરિહર બેહરા રહે. ઓરિસ્સા, પવન ખુમસિંગ મજરા રહે એમપી, રાજકુમાર, ઇકો ગાડીના ડ્રાઈવર અને જયંતાકુમાર હરિહર બહેરા રહે. ઓરિસ્સા વાળાની સામે અપહરણ અને પાંચ લાખની ખંડણીની તેમજ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએસઆઈ વી.જી જેઠવા અને તેની ટીમે આરોપી મનોજ ઉર્ફે તપન હરિહર બેહરા (૨૭) અને જયંતાકુમાર હરિહર બહેરા (૩૦) રહે. બંને ઓરિસ્સા, રોહિત લાલુરામ મંડલોઇ (૨૩) આરએચ. એમપી વાળની ધરપકડ કરેલ છે અને હજુ બે આરોપીઓને પકડવાના બાકી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામ પાસે બોનીપાર્ક વિસ્તારમાં રહેતા વશરામભાઈ બેચરભાઈ વરસોલા (૫૮) અને વસંતબેન વશરામભાઈ વડસોલા (૫૫) ને શનાળા રોડ સ્કાય મોલ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરૂયા દ્વારા નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના માલવણ ગામના વતની માણેકબેન રાઘવજીભાઈ પટેલ નામના ૭૫ વર્ષીય વૃદ્ધા મોરબીના શનાળા રોડ વિશ્વાસ પેલેસ નજીકથી વાહનમાં બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ વાહનમાંથી નીચે પડી જતા ઈજાઓ થતા અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા ગામે રહેતા ચંપાબેન પેથાભાઇ જાદવ નામના ૬૭ વર્ષીય આધેડ મહિલા મોરબી આવ્યા બાદ પરત વાહનમાં બેસીને ઘર તરફ ઘુનડા પરત જતા હતા ત્યારે રસ્તામાં રવાપર ગામની પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News