મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની છ ગ્રામ પંચાયતોને ધારાસભ્યના હસ્તે કચરા નિકાલ માટે ટ્રેક્ટર-ટ્રૉલી અર્પણ


SHARE









ટંકારા તાલુકાની છ ગ્રામ પંચાયતોને ધારાસભ્યના હસ્તે કચરા નિકાલ માટે ટ્રેક્ટર-ટ્રૉલી અર્પણ

ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને સરકારની અલગ અલગ યોજનાના અમલીકરણ હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય સ્તરે સ્વછતાનું સ્તર ઊંચું આવે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે અને ડોર ટુ ડોર કચરાનો નિકાલ થઈ શકે તે હેતુથી ટંકારા તાલુકાની ૬ ગ્રામ પંચાયતોને ટેક્ટર તેમજ ટ્રૉલી આપી હતી જેમાં ઘુનડા(ખા) ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત સ્વ-ભંડોળ માથી, ટંકારા ગ્રામ પંચાયતને એટીવિટી કાર્યવાહક સમિતિ આયોજનમાથી, આ ઉપરાંત મિતાણા, હમીરપર, નેસડા(ખા) અને લખધીરગઢ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાથી આ સુવિધાની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચઓ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, એ.પી.એમ.સી. ચેરમેન તથા તાલુકા વિકાસ અધિકારી અને અન્ય રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને લગત ગ્રામ પંચાયત સરપંચઓને ટ્રેક્ટર તેમજ ટ્રૉલીનું સોપવામાં આવી હતી.




Latest News