મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ પાસેથી બે લાખની ખંડણી માંગવાના ગુનામાં પકાયેલ આરોપી જેલ હવાલે: ડાડોનો કબજો લેવા તજવીજ


SHARE









મોરબીમાં વૃદ્ધ પાસેથી બે લાખની ખંડણી માંગવાના ગુનામાં પકાયેલ આરોપી જેલ હવાલે: ડાડોનો કબજો લેવા તજવીજ

 

મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધ પાસે જેલમાંથી ફોન કરીને રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ. તેવી ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પકાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની સબ જેલ હવાલે કરવામાંઆવેલ છે અને જેલમાં બંધ આરોપી ડાડો જેડાનો કબજો લેવા માટે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (૬૨)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યાર બાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે આરોપી અલ્લારખા તાજમામદ જેડાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે અને મોરબીની સબ જેલમાં રહેલા ડાડો તાજમામદ જેડાનો કબ્જો લેવા માટે બી ડિવિઝન પોલીસે ચક્રોગતિમાન કરેલ છે




Latest News