મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો


SHARE









વાંકાનેર તાલુકા પોલીસે બાળકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવી હતી અને તે ફર્યું ફર્યું બોલતો હતો છેવટે પોતે પાળીયાદનો વતની હોવાનું જણાવતો હોય વાંકાનેર પોલીસે પાળિયાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાળીયાદ પોલીસને ફોટા મોકલીને ફોટા ત્યાં વાઇરલ કરવામાં આવ્યા હતા જેના આધારે તેનો બાળકના પરિવારનો પતો લાગ્યો હતો અને ત્યાંથી તેના બનેવી તેને લેવા આવ્યા હતા જેમાં ખુલ્યું હતું કે મોરબીના વાંકાનેર તાલુકાના જાલીડા ગામેથી મળી આવેલ બાળકનું નામ પ્રવીણ રવજી ચૌહાણ (૧૫) છે અને તે પાળીયાદનો છે અને તે માનસિક અસ્થિર હોય અગાઉ પણ અનેક વખત ઘરેથી નીકળી ગયેલ છે તે મુજબ તે ગત તા. ૨૭ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને વાંકાનેર નજીકથી મળી આવ્યો હતો હાલ વાંકાનેર પોલીસે પાળિયાદ જાણ કરતા તેના બનેવી વિજય કેસાભાઇ કટેશીયા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પ્રવીણ ચૌહાણને તેને સોપી દેવામાં આવ્યો હતો આ કામ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજામ મયુરસિંહ વિગેરે કરી હતી




Latest News