મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત


SHARE









વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની ૧૪ વર્ષની સગીરા તા.૨૭ ના રોજ ઝેરી દવા પી ગઈ હોવાથી તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આશાબેનનું મોત નીપજતા હાલ મંગલમ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ પડતા ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીની પાસે શબ્બીરહુસેન અબ્દુલભાઇ શેરસીયા (મૂળ રહે.વાંકાનેર હાલ અમદાવાદ) નામનો ૩૨ વર્ષે યુવાન ૧૫ જેટલા પેરાસીટામોલના ટીકડા એકીસાથે ખાઈ જતા અસર થતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા હાલ આ અંગે વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ટ્રક પલ્ટી જતા ઇજા

ઉત્તર પ્રદેશના જોનપુરના બેલાવો ગામના રહેવાસી વૈભવ રામશંકર મિશ્રા નામના ૨૯ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં અત્રેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે વૈભવ મિશ્રા ટ્રક લઈને જતો હતો ત્યારે વાંકાનેર નજીકના જાલીડા ગામ પાસે તેનો ટ્રક પલ્ટી મારી જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી લવાયો હતો.




Latest News