મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ


SHARE









મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ

મોરબીના સનાળા રોડ પર આવેલ નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની ઉપવાસી છાવણી સુધીની એક સ્કૂટર રેલીનું આજે મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા પોતાના હક માટે થઈને જે લડત લડવામાં આવી રહી છે તેમાં અંત સુધી મહિલાઓએ લડી લેવા માટે તેઓનું સમર્થન આપ્યું છે સાથોસાથ જો આ રેલી પછી પણ હવે સરકાર ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલે તો આગામી સમયમાં ગાંધીનગર સુધીની રેલી યોજવાની ચીમકી ઉચ્ચારવામાં કવિ છે.

મોરબીના જેતપર ગામે ગત 18 જૂનથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના જે વીજપોલ ઊભા કરવામાં આવે છે અને તેની સામે પાસેરામાં પૂણી જેટલું વળતર આપવામાં આવે છે તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલનને 11 દિવસ થયા છે તેમ છતાં પણ સરકાર દ્વારા કે પછી ખાનગી કંપની દ્વારા ખેડૂતોના આંદોલનનો સુખદ અંત આવે તે પ્રકારના કોઈ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી જેથી ખેડૂતોનું જે આંદોલન ચાલુ છે તેને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે દરમિયાન આજે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી જેતપર ગામે આવેલ ખેડૂતોની ઉપવાસી છાવણી સુધીની એક સ્કૂટર રેલીનું મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્કૂટર સાથે મહિલાઓ જોડાઈ હતી અને મોરબી શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તાર, મહેન્દ્રનગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ સ્કૂટર રેલીમાં જોડાઈ હતી જ્યારે આ રેલી જેતપર ગામે પહોંચી ત્યારે "જય જવાન જય કિસાન" અને "ગામની જમીન ગામની નથી કોઈના બાપની" વિગેરે જેવા સુત્રોચ્ચાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખેડૂતોનો પ્રશ્ન હવે જો સરકાર દ્વારા નહીં ઉકેલવામાં આવે તો આગામી સમયમાં આવી જ સ્કૂટર રેલી જેતપરથી ગાંધીનગર સુધી કરવાની ચીમકી મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે




Latest News