મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યને મળ્યું રાજયના મંત્રી મંડળમાં સ્થાન 


SHARE













મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યને મળ્યું રાજયના મંત્રી મંડળમાં સ્થાન 

ગઇકાલે રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ હતો જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને મંત્રી તરીકેના શપથ લીધા હતા અને હાલમાં તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ છે આમ મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ચૂંટાયેલા ધારાસભ્યોએ પૈકીનાં બ્રિજેશભાઈ મેરજા બીજા ધારાસભ્ય છે કે જેમને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે


છેલ્લા દિવસોમાં રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થવાથી રાજ્યના ૧૭ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બન્યા છે અને ગઇકાલે તેના મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોરબી માળીયા બેઠક ઉપરથી છેલ્લે યોજાયેલ પેટા ચુંટણીમાં વિજેતા બનેલા શિક્ષિત અને શાંત સ્વભાવના બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવેલ છે અને તેઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જો કેમોરબી માળીયા વિધાનસભા બેઠક જયારથી અસ્તિત્વમાં આવેલ છે ત્યારથી આજ સુધીમાં સૌથી વધુ વખત કાંતિભાઈ અમૃતીયા આ બેઠક ઉપરથી ચૂંટાયા છે પરંતુ તેઓને કયારેય મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા ન હતા અને બ્રિજેશભાઈ મેરજાને ભાજપના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટતાની સાથે જ સીધી લોટરી લાગી ગયેલ છે

અત્રે ઉલેખનીય છે કેમોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપરથી અત્યાર સુધીમાં ઘણા ધારાસભ્યોએ ચૂંટાયા છે તેમાથી અગાઉ બાબુભાઇ જશભાઈ પટેલ વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૫ સુધી ચીમનભાઈ પટેલની સરકારમાં નર્મદા વિભાગના મંત્રી હતા ત્યાર બાદ બીજા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા છે કે જેને રાજયના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે હાલમાં મોરબી જીલ્લામાં પાંચ તાલુકાનો સમાવેશ થાય છે જેમાં મોરબી, માળીયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકો આવે છે અને અગાઉ મોહનભાઇ કુંડારીયા ટંકારાના ધારાસભ્ય અને જયંતીભાઈ કવાડીયા હળવદના ધારાસભ્ય હતા ત્યારે તેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા






Latest News