મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા મંગળવારે ૧૦ ગામના સરપંચો સાથે બેઠક
હળવદમાંથી બે તથા માળિયામાંથી એક શખ્સ વરલીના આંકડા લેતા પકડાયો
SHARE
હળવદમાંથી બે તથા માળિયામાંથી એક શખ્સ વરલીના આંકડા લેતા પકડાયો
મોરબીમાં જુદાજુદા ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી.જેમાં હળવદ પોલીસે બે જુદી જુદી જગ્યાઓએથી જુગાર રમતા બે પંટરોને પકડ્યા હતા.જયારે માળિયા પોલીસે એક શખ્સને વરલીના આંકડા લેતા પકડી પાડ્યો હતો.જોકે જિલ્લામાં ચાલતા વરલી જુગારના સમગ્ર નેટવર્કને ભેદવામાં પોલીસ વામણી પુરવાર થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ વિનુબા ગ્રાઉન્ડના છેવાડે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૨૪૧૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને આરોપી સોમાભાઈ છગનભાઈ રાઠોડ જાતે કોળી (૫૫) રહે વિનુબા ગ્રાઉન્ડ પાસે હળવદ વાળાની ધરપકડ કરેલ છે તેવી જ રીતે વરલી જુગારની બીજી રેડ હળવદના ટીકર રોડ ઉપર આવેલ જીઇબીની ઓફિસ પાસે કરવામાં આવી હતી અને ત્યાં વરલી જુગારના આંકડા લેતા ભુપતભાઈ લક્ષ્મણભાઈ બજાણીયા જાતે કોળી (૩૫) રહે. રેલવે કોલોની પાસે હળવદ વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી ૨૨૦ રૂપિયાની રોકડ કબજે કરી છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે માળીયા મીયાણામાં આવેલ પોસ્ટ ઓફિસ પાસે ખંઢેર મકાન નજીક વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યારે રેડ કરતાં જુગારના આંકડા લેતા વલીમમદ ઉર્ફે સનેડો કરીમભાઈ મોવર જાતે મિયાણા (૩૦) રહે ગેબનશા પીરની દરગાહ પાસે માળિયા વાળો મળી આવતા પોલીસે ૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે