હળવદમાંથી બે તથા માળિયામાંથી એક શખ્સ વરલીના આંકડા લેતા પકડાયો
વાંકાનેરના પંચાસિયા ગામે સાપ કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
SHARE
વાંકાનેરના પંચાસિયા ગામે સાપ કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા પંચાસિયા ગામે રહીને ખેત મજૂરીનું કામકાજ કરતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની પાંચ વર્ષની બાળકીને સાપ કરડી જતા તેણીનુ મોત નિપજયુ હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ પંચાસીયા ગામે સોયબભાઇ માથકીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અને મૂળ અલીરાજપુર જીલ્લાના રહેવાસી જયંતીભાઈ ફાંકલીયાની પાંચ વર્ષની દીકરી સુહાનીને સાપ કરડી જતા તેણીનું મોત નિપજયુ હતુ.જેથી તેની ડેડબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું ત્યાં હોસ્પિટલમાં તબીબે જોઈ તપાસીને તેણીને મૃત જાહેર કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથકના એમ.આર.ચૌહાણ દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દેશી દારૂ
માળીયા મિયાણા પોલીસ મથકના સ્ટાફે બાતમી મળી હતી કે નવાગામ થી મેઘપર ગામ તરફ જતા રસ્તે નદીના કાંઠે બાવળીને કાંઠમાં સમીર ઉર્ફે પમુ સફીમામદ કટિયા રહે નવાગામ વાળો દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે જેથી બાતમી મળી હતી તે જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર સમીર મળી આવ્યો ન હતો જોકે સ્થળ ઉપરથી પોલીસને દેશી દારૂ બનાવવાનો ૩૦૦ લીટર અને પીંચ લીટર દેશી દારૂ સહિત કુલ મળીને ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સમીર કટિયાની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે